વડગામના ભલગામમાં એક સાથે ૯ની દફનવિધિથી ગામ હિબકે ચઢ્યું

એક જ મહોલ્લાના એક પુરુષ સહિત આઠ મહિલાઓના કરુણ મોતથી ભારે ગમગીની છવાઈ
 
વડગામ તાલુકાના ભલગામનો એકજ મહોલ્લામાં રહેતો સિપાહી પરિવાર ઈદના તહેવારનો આનંદ મેળવવા શુક્રવારે દાંતા પાસે આવેલ અંતરશાહની દરગાહ ખાતે દુઆ કરવા ગયો હતો. જયાંથી અંબાજી ફરી પરત ફરતા ત્રિશૂળીયા ઘાટમાં પિકઅપ ડાલાની બ્રેક ફેઈલ થતાં અકસ્માત થતા ઘટના સ્થળે નવના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા અને ૨૫ જેટલા ગંભીર રીતે ઘાયલ થયા હતા.
 
શુક્રવારે અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પાસે થયેલ ગમખ્વાર અકસ્માત બાદ વડગામના નાનકડા  ગામ ભલગામમાં ભારે શોક છવાઈ ગયો હતો. અકસ્માતમાં વડગામનો સિપાહી પરિવાર ભોગ બન્યો હતો. કમનસીબ મૃતુકોના મૃતદેહ મોડી રાત્રે ભલગામમાં એક પછી એક લાવવામાં આવતા ભારે કરુણાંતિકા સાથે વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માતમાં એક પુરુષ સહિત આઠ મહિલાઓના કરુણ મોત થયા હતા.  શનિવાર વહેલી સવારે કમનસીબ મૃતુકોના જનાજા નીકળતા આસપાસના ગામોમાંથી તેમજ સગા અને સ્નેહીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. એક સાથે ૯ મૃતુકોના જનાજા નીકળતા નાનકડા ભલગામમાં હૈયાફાટ રૂદન વચ્ચે હિબકે ચઢ્યું હતું. ભલગામમાં એક સાથે  ૮ મૃતુકોની દફનવિધિ બાદ ગામમાં ભારે ગમગીની જોવા મળી હતી. જોકે અકસ્માતમા ૨૫ જેટલા ઇજાગ્રસ્તો પાલનપુર, મહેસાણા અને અમદાવાદની હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં કેટલાક ઇજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.