02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Sabarkantha / અગમ્ય કારણોસર યુવકે દવા પી આત્મહત્યા કરી લેતાં ચકચાર

અગમ્ય કારણોસર યુવકે દવા પી આત્મહત્યા કરી લેતાં ચકચાર   07/07/2019

ખેડબ્રહ્મા તાલુકાના ઊંચી ધનાલ ગામે યુવકે અગમ્ય કારણોસર દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. યુવકની આત્મહત્યા મામલે ખેડબ્રહ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 
ખેડબ્રહ્મા તાલુકાના ઊંચી ધનાલ ગામના 21 વર્ષીય યુવકે દવા પીધા બાદ ઘરમાં ઉલ્ટી કરવા લાગ્યો હતો. ઉલ્ટીમા દવાની ગંધ પારખી પરિવારને કંઈક અજુગતું લાગ્યું હતું. ઘટનાને પગલે યુવકને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
 
સારવાર દરમ્યાન ગત મોડી રાત્રે યુવકે દમ તોડી નાખ્યો હતો. જેનાથી પરિવારજનો ઉંડા શોકમાં ડૂબી ગયા છે. પોલીસને જાણ થતાં આત્મહત્યા મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :