આયુષ્યમાન ભારતઃ જાણો PM મોદીની આ યોજનાનો લાભ આપને મળશે કે નહીં?

મોદી સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના એટલે કે જન આરોગ્ય યોજનાનો આજે ભવ્ય શુભારંભ થવા જઇ રહેલ છે. ત્યારે આ યોજનાને આધારે દેશનાં 10 કરોડ પરિવાર લાભ ઉઠાવી શકશે. તેઓને પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયાનું સ્વાસ્થ્ય વીમા કવર આપવામાં આવશે. હવે સૌથી મોટી વાત તો એ થઇ કે આ યોજનાનો લાભ કેવી રીતે ઉઠાવો અને આનો ફાયદો કોને-કોને મળશે? તો અમે તમને જણાવીએ છીએ કે કોને-કોને?

જો આપ જાણવા ઇચ્છો છો કે આ યોજનાનો ફાયદો આપને મળશે કે નહીં, તો આને માટે સૌથી પહેલાં આપે સરકારની વેબસાઇટ mera.pmjay.gov.in પર લોગ ઇન કરવાનું રહેશે. લોગ ઇન કરતા જ આપે Home Page પર આપનો મોબાઇલ નંબર દાખલ કરવાનો રહેશે. તેની બરાબર નીચે આપને કૈપ્ચા જોવા મળશે કે જેમાં આપવામાં આવેલા નંબરોને આપે ખાલી બોક્સમાં ભરવાનાં રહેશે.

ત્યાર બાદ "જનરેટ OTP" ઓપ્શન પર ક્લિક કરો. ત્યાં ક્લિક કરતા જ આપનાં મોબાઇલ પર એક OTP નંબર આવશે કે જેને વેબસાઇટ પર જઇને તમે વેરિફાઇ કરી લો.

હવે આપની સામે એક નવું જ પેજ ખુલી જશે. જેમાં આપે આપનાં રાજ્યનું નામ પસંદ કરવાનું રહેશે. ત્યાર બાદ આપ પોતાનો મોબાઇલ નંબર અથવા કોઇ અન્ય ઉપલબ્ધ જાણકારી નાખીને પોતાને નામને સર્ચ કરી શકો છો.

વેબસાઇટ પર એક વખત આપનું નામ રજિસ્ટર થઇ જાય. ત્યાર બાદ આપ આપનાં રેશન કાર્ડ અથવા તો મોબાઇલ નંબરની મદદથી આપ જાણી શકો છો કે આપને આ યોજનાનો લાભ મળી રહેલ છે કે નહીં.

જો કે વેબસાઇટ પર માત્ર તેવાં જ લોકોનાં નામ જોવા મળશે કે જેઓએ પોતાનો મોબાઇલ નંબર અથવા તો રેશન કાર્ડ નંબર જમા કરાવ્યો હોય. હકીકતમાં હાલમાં જ આ યોજનાને માટે એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે જેમાં સામાજિક-આર્થિક જાતિ જનગણના ડેટાબેસને આધારે લોકો પાસેથી તેઓનો મોબાઇલ નંબર અને રેશન કાર્ડ નંબર માંગવામાં આવ્યું હતું.

જો આપનું નામ વેબસાઇટ પર દેખાય નહીં તો પણ આપે વધારે ગભરાવવાની જરૂરિયાત નથી. આને માટે આપને ડેટાબેસમાં આપનું નામ, પિતાનું નામ, લિંગ અને રાજ્યનું નામ અંકિત કરવાનું રહેશે.

ત્યાર બાદ સર્ચ કરવા પર આપનું નામ આવી જશે, બાદમાં આપ "ગેટ એસએમએસ" ઓપ્શન પર ક્લિક કરો. ત્યાર બાદ આપની પાસે એક મેસેજ આવશે, જેમાં આપને એક નંબર મળશે. તે નંબરને આપ સંભાળીને રાખો, કેમ કે આ ભવિષ્યમાં ખૂબ કામ આવશે.

જો આવું કરવા છતાં પણ આપનું નામ સર્ચ કરવા પર ના આવે તો આપ "આયુષ્યમાન મિત્ર"ને સંપર્ક કરો અને આને માટે જરૂરી દસ્તાવેજ જમા કરાવો. ત્યાર બાદ આપ ચેક કરી શકો છો કે આપને આ યોજનાનો લાભ મળશે કે નહીં.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.