ધાનેરા તાલુકાના કરાધણી ગામેથી નવ શકુની ઝડપાયા

ધાનેરા પોલીસે પણ ગઇરાત્રે કોમ્બિન્ગ નાઈટ દરમિયાન બાતમીના આધારે ધાનેરા તાલુકાના કરાધણી ગામની હદમાં ખેતરમાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી નવ શકુનીઓને ઝડપી લીધા છે. ધાનેરા તાલુકાના કરાધણી ગામનો પ્રકાશ ઠાકોર નામનો વ્યક્તિ પોતાના ખેતરમાં જુગાર ધામ ચલાવતો હોવાની  બાતમી મળતા ધાનેરાના પીઆઈ સી.જી.સોલંકી તેમજ પીએસઆઈ વી.જી. પ્રજાપતિએ તેમની ટીમ સાથે આ ખેતરમાં દરોડો પાડી આ સ્થળે જુગાર રમી રહેલા નવ શકુનીઓને રંગેહાથ ઝડપી  લીધા હતા. આ શખ્સો પાસેથી ૫૧૮૩૦ ની રોકડ રકમ તેમજ ત્રણ મોટર સાઇકલ મળી કુલ ૧૨૬૮૩૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.