રાષ્ટ્રનું નિર્માણ લોકોના દિલોને જોડવાથી થાય : અહેમદ પટેલ

બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠકના પ્રચાર્થે  ગુરુવારે આવેલા કોંગેસના ખજાનચી એહમદ પટેલે ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર તીખા ચાબખા મારતા જણાવ્યુ હતું કે છેલ્લા પાંચ વર્ષમાં આ સરકારે ગુજરાત અને દેશને બરબાદ કરી દેશમાં નફરતનું વાતાવરણ ઉભું કર્યું છે.
વડગામના છાપી ખાતે લોકોની પાંખી હાજરી વચ્ચે યોજાયેલી જાહેર સભામાં એહમદ પટેલે જણાવ્યું હતુંકે આ દેશમાં કોમ કોમ વચ્ચે નફરતનું વાતાવરણ ઉભું કરી લોકોને જીવવું હરામ કરનાર સરકારને દેશમાં પાંચ મિનિટ શાસન કરવાનો અધિકાર નથી રાષ્ટવાદની વાતો કરનાર ને સમજી લેવું જોઈએ કે રાષ્ટ્રવાદનું નિર્માણ લોકોષ્‌ના દિલોની એકતાથી થાય છે નહીં કે લોકો વચ્ચે નફરત ફેલાવીને થાય હમણાં હમણાં નરેન્દ્ર મોદીનું પાકિસ્તાનના વડાપ્રધાન સાથે ઇલું ઇલું ચાલે છે. પાકિસ્તાનના ઇમરાનખાન કહે છે કે હિંદુસ્તાનમાં નરેન્દ્ર મોદીની સરકાર આવશે તો વાતચિત આગળ વધશે અને નરેન્દ્ર મોદી અમારા ઉપર પાકિસ્તાન સાથે ઇલું ઇલું કરવાનો આક્ષેપ કરે છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ આ સરકાર પોતાના નામે ચઢાવી રહી છે.અહેમદ પટેલે વધુમાં જણાવતા શાયરાના અંદાજમાં કહ્યું હતું કે 'બડે નાદાન હૈ વો જો બુલંદીઓ પર ગુરુર કરતે હૈ હમને ચઢતે સૂરજ કો ઢલતે હુએ દેખા હૈ'  મને ચોક્કસ વિશ્વાસ છે કે ભાજપ ની ભ્રષ્ટ સરકારનો આ ચૂંટણી માં પરાજય નક્કી છે અને નરેન્દ્રકુમાર દામોદરદાસ મોદીની આગળ માજી વડાપ્રધાન લખાશે. 
છાપી ખાતે યોજાયેલ એહમદ પટેલની સભામાં એક સ્થાનિક મુસ્લિમ યુવકે એહમદ પટેલને વિધાનસભાની ચૂંટણી દરમિયાન છ વર્ષ પૂર્વે મુસ્લિમો માટે છાપી હાઇવે ઉપર દવાખાનું તેમજ હાઇસ્કૂલ બનાવવા રજુઆત કરી હતી.  જે બનાવી આપવા આશ્વાસન આપ્યું હતું .જોકે  છ વર્ષ વીતવા છતાં કોઈ હકારાત્મક કામ ન થતા સવાલ ઉઠાવ્યો હતો જેને લઈ હોબાળો મચ્યો હતો.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.