02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ગુજરાત સરકાર દ્વારા ૭૯ સનદી અધિકારીઓની સામૂહીક બદલીઓ

ગુજરાત સરકાર દ્વારા ૭૯ સનદી અધિકારીઓની સામૂહીક બદલીઓ   31/08/2019

અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના ૭૯ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રીના રાજકોટ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર બંછાનિધિ પાનીને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તો, રાજકોટ કલેક્ટર રાહુલ બી. ગુપ્તાને ઉદ્યોગ કમિશનર(ગાંધીનગર) બનાવવામાં આવ્યા છે. જા કે, સ્પેશિયલ પ્રોજેક્ટ (ધોલેરા સર અને માંડલ બેચરાજી સર)ના સીઈઓ તરીકે રાહુલ ગુપ્તાને જાળવી રાખવામાં આવ્યા છે. ગુજરાત સરકારના ઉચ્ચ સનદી અધિકારીઓની સામુહિક બદલીઓના આદેશ કરાયા છે જેમાં એક સાથે ૭૯ આઈએએસ અધિકારીઓની બદલીઓ કરાઈ છે. બદલીઓના આ દૌરમાં બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારીની પણ બદલી કરી દેવાઈ છે.બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી બી.એ. શાહને ગાંધીનગર ખાતે કો ઓપરેટિવ સોસાયટી વિભાગના રજીસ્ટ્રાર તરીકે  મુકાયા છે જ્યારે હાલ પોરબંદર ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અજયકુમાર દહીંયાને બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. ઉલ્લેખનીય છે કે બી.એ.શાહે બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ખૂબ સરાહનીય કામગીરી કરી લોકચાહના મેળવી હતી ત્યારે નવા જિલ્લા વિકાસ અધિકારી પણ પ્રજાભિમુખ વહીવટ આપશે તેવો આશાવાદ પ્રવર્તી રહ્યો છે.

Tags :