કાલે આણંદના મોગરમાં પીએમના હસ્તે અમુલ ડેરીના ચોકલેટ પ્લાન્ટ સહિત ૬ નૂતન પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે ૩૦મી સપ્ટેમ્બરને રવિવારના રોજ અમૂલ ડેરીના મોગર ખાતેના અતિ આધુનિક ચોકલેટ પ્લાન્ટ અને ટેક ઓમ રાશન પ્લાન્ટ પ્લાન્ટનું કરશે લોકાર્પણ. અમુલ ડેરી દ્વારા રૂ. ૭૭૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ વિવિધ ૪ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ રૂ. ૩૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રણ પ્રકલ્પોના શિલાન્યાસ વડાપ્રધાન શ્રીના હસ્તે કરાશે. કહેવાય છે કે, અમુલ ડેરીના આ નવા પ્રોજેકટો દ્વારા રાજ્યના દુધ ઉત્પાદકોને રૂ. ૧૫૦૦ કરોડની વધારાની આવક થશે. આણંદ સ્થિત અમુલ ડેરીનો અકીલા મોગર ગામ પાસે બાલ અમુલના નામે ચોકલેટ પ્લાન્ટ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત હતો. પરંતુ વૈશ્વિક સ્તરે અમુલની વિવિધ પ્રકારની ચોકલેટની માંગ વધતા અમુલ ડેરી દ્વારા મોગર ચોકલેટ પ્લાનને રિનોવેશન કરી અતિ આધુનિક બનાવવામાં આવ્યો છે. એટલું જ નહિ અમુલ ડેરીના મોગર પાસે આવેલ ચોકલેટ પ્લાન્ટ કે ફુડ કોમ્પલેક્ષ તરીકે ઓળખાય છે. તેના રિનોવેશનની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે અને નવા બનાવવામાં આવેલ ચોકલેટ પ્લાન્ટનું ટેસ્ટીંગ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આવતીકાલે વડાપ્રધાન શ્રી અમુલ પ્લાન્ટનું ઉદઘાટન કરનાર ૭ મા વડાપ્રધાન બનશે. આ અગાઉ પણ ૬ વડાપ્રધાનો અમુલના અલગ અલગ પ્લાન્ટોનું લોકાર્પણ કે વિશેષ મુલાકાત લઈ ચૂકયા છે. એટલુ જ નહિ પ્રધાનમંત્રી ઉપરાંત અમુલના વિવિધ પ્લાન્ટના ઉદઘાટન દેશના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ કરી ચૂકયા છે. આવો આપણે જોઈએ અગાઉના કયા ૬ વડાપ્રધાનોકરી ચૂકયા છે ઉદઘાટન. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ ૩૧મી ઓકટોબર ૧૯૫૫ના રોજ અમુલના પ્રથમ ડેરી પ્લાન્ટનું ઉદઘાટન કર્યુ હતું. ત્યાર બાદ ૩૧મી ઓકટોબર ૧૯૬૪ના રોજ અમુલના સૌ પ્રથમ કેડલ ફીડ પ્લાન્ટનું ઉદઘાટન તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના હસ્તકે કરવામાં આવ્યું. ત્યાર પછી ૪ થી જાન્યુઆરી ૧૯૭૮ના રોજ તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ અમુલ ડેરીની મુલાકાતે આવ્યા હતા. આ ઉપરાંત ૫મી ફેબ્રુઆરી ૧૯૮૨ના રોજ તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈન્દીરા ગાંધી અમુલ ડેરીની મુલાકાતે આવ્યા હતા. અમુલ ડેરીની વિકાસની આગેકૂચ સમયની સાથે આગળ ધપતી ગઈ અને આ સિલસિલો પણ આગળ ચાલતો ગયો... ૨૨મી માર્ચ ૧૯૮૬ના રોજ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ અમુલની મુલાકાત લીધી હતી અને તેમણે દેશની પ્રથમ મિલ્ક ટ્રેનનું આણંદ રેલ્વે સ્ટેશન પર ઉદઘાટન કરી પ્રસ્થાન કરાવ્યું. ત્યાર બાદ ૩૧મી ઓકટોબર ૧૯૯૬ના રોજ દેશના તત્કાલીન વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાએ અમુલની ૩જી ડેરી પ્લાન્ટનું ઉદઘાટન કર્યુ હતું. અને હવે આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમુલ પ્લાન્ટની મુલાકાત લઈ લોકાર્પણ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઈન્દુબેશન સેન્ટર કમ સેન્ટર ઓફ એકસલન્સ ઈન ફુડ પ્રોસેસીંગ ફોર પ્રોમોટીંગ એન્ટર પ્રિયોપર્સ એન્ડ સ્ટાર્ટ અપનું ઉદઘાટન પણ કરશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.