થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાતમાં દારૂની રેલમછેલ, સુરત, રાજકોટ, મોરબી અને અમવાદમાંથી લાખોનો દારૂ ઝડપાયો

થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાતમાં દારૂની રેલમછેલ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાંથી અનેક જગ્યાએથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળવાની ઘટનાઓમાં રાફડો ફાટ્યો છે. ત્યારે રાજકોટ, સુરત, મોરબીના હળવદ અને અમદાવાદમાંથી મોટી ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, અને કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે.સુરતની ઘટનાની વાત કરીએ તો, સુરતના પીપલોદ વિસ્તારમાં મોડી રાત્રે જન્મ દિવસની પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી. જેમાં ૧૪ યુવકોને દારૂના નશામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે દારૂની ૩૧ બોટલ કબજે કરી હતી. મોડી રાત્રે પાડેલી રેડમાં ઝડપાયેલા તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં લોહીના નમૂના લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ વિશે મળતી માહિતી પ્રમાણે, પીપલોદ વિસ્તારમાં આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશીના દીકરાના જન્મ દિવસની ઉજવણીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે.સુરતમાંથી ઝડપાયેલા ૧૪ વ્યક્તિઓના નામ
અજય જતીન ઢોલે (ઉ.વ.૨૮ રહે વેદ રોડ લક્ષ્મી નગર)
જયેશ ભાનજી બારૈયા (ઉ.વ. ૩૦ રહે આદર્શ નગર કાપોદ્રા)
મનોહર મન્સુર શેખ (ઉ.વ. ૪૩ રહે રામપુરા કડીયા શેરી)
રાકેશ ભરતસિંહ પરમાર (ઉ.વ. ૨૯ રહે વિઠ્ઠલ નગર અમીધારા વાડી અડાજણ)
હેનિષ રસિક બામરોલીયા (ઉ.વ. ૨૩ રહે રચના સોસાયટી લબેહનુમાન રોડ)
શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશી (ઉ.વ. ૩૩ રહે પીપલોદ સુકૃતિ એપાર્ટમેન્ટ )
શંકર અશોક પટેલ (ઉ.વ. ૨૭ રહે શિવ નગર વેડ રોડ)
અનિલ શંકર રાઠોડ (ઉ.વ. ૨૩ રહે ઉધના નીલગીરી)
આનંદ રમેશ પરદેશી (ઉ.વ.૨૯ રહે શિવ નગર વેડ રોડ)
નૈનેશ ઠાકોર ગોહિલ (ઉ.વ. ૨૮ રહે અમરોલી પ્રમુખ પાર્ક)
ભાવિન ભરત સોલંકી (ઉ.વ. ૨૯ રહે ગ્રીન રેસિડેન્સી આનંદ મહેલ રોડ અડાજણ)
મહેન્દ્ર લક્ષમણ સોસા (ઉ.વ. ૨૭ રહે વેડ ડભોલી કિસ્મત નગર)
ગિરીશ ચેતન ગામીત (ઉ.વ. ૩૯ રહે સ્વામી નારાયણ એપાર્ટ. અડાજણ)
ભાવેશ સુનિલ લાહોરે (ઉ.વ. ૨૦ રહે વિજય લક્ષ્મી સોસાયટી કતારગામ)
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.