02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / થરાદની નર્મદા મુખ્ય નહેરમાં વધુ એક યુવક ડૂબ્યો

થરાદની નર્મદા મુખ્ય નહેરમાં વધુ એક યુવક ડૂબ્યો   30/05/2019

થરાદના મહાજનપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં ભાચર ગામના દિનેશભાઇ ચૌધરી નામનો ૨૦ વર્ષીય ખેડુત બુધવારની સાંજના સુમારે નહેરમાં મુકેલી પાઇપ લાઈનમાં સફાઈ કરવા જતાં લપસી જતાં નહેરમાં ગરકાવ થવા પામ્યો હતો.આ બનાવ અંગે જાણ કરાતાં નગરપાલિકાના તરવૈયા સુલતાનમીર અને રેસ્ક્યુ ટીમ દ્રારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.દરમ્યાન ભારે જહેમત બાદ ગુરુવારની સવારના સુમારે દિનેશભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો.જે તેના વાલીવારસને સોંપવામાં આવ્યો હતો.આ બનાવ અંગે રેકર્ડ પર કોઇ નોંધ નહી હોવાનું પોલીસસુત્રોએ જણાવ્યું હતું.જ્યારે નર્મદા નહેરમાં ડુબી જવાના કારણે વધુ એક ખેડુતનું મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી.

Tags :