02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / ઐઠોર ગામના તળાવ પાસેના કૂવામાં પડી જતાં ૮ વર્ષિય બાળકનું મોત

ઐઠોર ગામના તળાવ પાસેના કૂવામાં પડી જતાં ૮ વર્ષિય બાળકનું મોત   12/12/2018

 
 
 
                                           ઊંઝા પાસેના ઐઠોર ગામે ઠાકોરવાસમાં રહેતો ૮ વર્ષિય બાળક સાંજના સમયે પતંગ પકડવા માટે ગામ તળાવના કૂવા પાસે જતાં ત્યાં પગ લપસતાં કૂવામાં પડી ગયો હતો. બાદમાં સ્થાનિક તરવૈયાની મદદથી ભારે જહેમત બાદ બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. 
જાણવા મળતી વિગતો અનુસાર ઐઠોર ગામે વડનગરા ઠાકોરવાસમાં રહેતાં વિનુજી કડવાજી ઠાકોરનો ૮ વર્ષિય પુત્ર નિકુલ ઠાકોર સાંજના સમયે પતંગ પકડવા ગામ તળાવના કૂવા પાસે ગયો હતો. ત્યાં પગ લપસી જતાં કૂવામાં ખાબકતાં અન્ય છોકરાઓએ બૂમાબૂમ કરી મૂકતાં ગામના લોકો ત્યાં દોડી આવ્યા હતા તેમજ ઊંઝા ટી.ડી.ઓ., મામલતદાર સહિતની ટીમને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં બાળકને ઊંઝા હોÂસ્પટલમાં એમ્બ્યુલન્સ મારફતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવથી બાળકના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

Tags :