પાટણ ખાતે જિલ્લાવિકાસ અધિકારીનો વિદાય અને આવકાર સમારંભ યોજાયો

પાટણ ખાતે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરૂની જિલ્લા વિકાસ અધિકારી તરીકે સુરેન્દ્રનગર ખાતે બદલી થતા તેમજ સુરત ખાતેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે. પારેખની બદલી પાટણ ખાતે થતાં જીલ્લા પંચાયત પરિવાર, પાટણ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ રાજયગુરૂનો વિદાય અને શ્રી ડી.કે પારેખનો આવકાર સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વિનુભાઈ પ્રજાપતિ, અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.જી. પ્રજાપતિ, સંગઠનના પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી દિનેશભાઈ પરમાર ઉપસ્થિત રહયા હતા. જિલ્લા પંચાયત પરિવાર,પાટણ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરૂને શ્રીફળ, સાકર, મોમેન્ટો અને શાલ ઓઢાડી વિદાય આપવામાં આવી હતી. શ્રી ડી.કે. પારેખને શાલ ઓઢાડી આવકારવામાં આવ્યા હતા.
આ પ્રસંગને અનુરૂપ અધિક નિવાસી કલેકટર બી.જી. પ્રજાપતિ જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીના જીવનમાં બદલી, બઢતી અને નિવૃત્તિ જોડાયેલી હોય છે. તેમનો પાટણ ખાતે સારો એવો નાતો રહેલો છે. પાટણ જિલ્લાની સંપુર્ણ જાણકારી હતી. તેમણે દરેક કર્મચારી, અધિકારી, પદાધિકારી સાથે એકજૂટ થઈને કામ કર્યું છે. તેમનો વહીવટ ઝીણવટ અને ચીવટ પૂર્વકનો રહેલો છે. તેમની સારી કામગીરી પાટણ જિલ્લામાં સુગંધની જેમ પ્રસરી છે. તેમણે દરેક વિભાગમાં સારી કામગીરી કરી વિકાસની ગતિ તરફ અગ્રેસર રહયા છે. 
આ પ્રસંગને અનુરૂપ જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરૂએ પાટણ જિલ્લામાં ફરજ બજાવેલ શાસન કાળનો ઉલ્લેખ કર્યો હતો અને મારી સફળતા પાછળ મારા અધિકારીઓ અને કર્મચારીઓ નો સાથ સહકાર રહેલો છે. તેમણે પાટણ જિલ્લાની કરેલ સારી કામગીરી રેવન્યુ અને જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓ દ્વારા શક્ય બની છે. દરેક વિભાગોનો સાથ સહકાર ઉપલબ્ધ બન્યો છે.તેમણે દરેક અધિકારી, પદાધિકારી, કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો. નવા નિયુક્ત થયેલ જિલ્લા વિકાસ અધિકારી  ડી.કે.પારેખે જણાવ્યું હતું કે,જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારી ઓના સાથ સહકારથી પાટણ જિલ્લાને વિકાસ તરફ વધુ ગતિએ આગળ લઈ જઈશ. બાકી રહેલ વિકાસના કામો પૂર્ણ કરીશ. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત સમિતિના ચેરમેનઓ, જિલ્લા પંચાયત અને મહેસુલી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપ સ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.