02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / કેરળની 96 વર્ષની વૃધ્ધાએ આપી પરીક્ષા : 100માંથી 98 માર્ક મેળવ્યા

કેરળની 96 વર્ષની વૃધ્ધાએ આપી પરીક્ષા : 100માંથી 98 માર્ક મેળવ્યા   01/11/2018

 
                                           કેરળમાં રહેતાં 96 વર્ષના કાર્થિયાની અમ્મા (Karthiyane Amma)એ  કેરલના અલપ્પુઝામાં સાક્ષરતા મિશનની યોજના 'અક્ષરલક્ષમ' અંતર્ગત લેવાતી પરીક્ષામાં પ્રથમ વખત ભાગ અકિલા લીધો હતો અને 100માંથી 98 માર્ક મેળવ્યા હતા. આટલી મોટી ઉંમરે પરીક્ષા આપનારી અમ્મા તેમના જિલ્લાનાં પ્રથમ મહિલા બન્યાં છે.    કેરળના સાક્ષરતા મિશન 'અક્ષરલક્ષમ' અંતર્ગત લેવાતી આ પરીક્ષામાં 42,933 ઉમેદવારો સફળ થયા છે. આ પરીક્ષા 100 માર્કની હતી, જેમાં લખવા, વાંચવા અને ગણીતના પ્રશ્નો પુછાયા હતા.પૂર્ણ સાક્ષર રાજ્યનો દરજ્જો મેળવી લાધા બાદ પણ સરકાર દ્વારા જુદા-જુદા પ્રકારના જન સાક્ષરતા અભિયાન ચાલુ રાખવામાં આવે છે. જેથી કરીને સાક્ષરતાના દરમાં જે કંઈ ખામી રહી ગઈ હોય તેને પુરી કરી શકાય. યુનેસ્કોના નિયમ મુજબ જો કોઈ પણ દેશ કે રાજ્યની 90 ટકા વસતી સાક્ષર છે તો તેને સંપૂર્ણ સાક્ષર માની લેવામાં આવે છે.  

Tags :