02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / દેશને 17 ગોલ્ડ જીતાડનારો બોક્સર વેચી રહ્યો છે રસ્તા પર આઇસક્રીમ

દેશને 17 ગોલ્ડ જીતાડનારો બોક્સર વેચી રહ્યો છે રસ્તા પર આઇસક્રીમ   30/10/2018

કેટલાક એવા બોક્સર છે જેમને દેશનું નામ રોશન કર્યુ છે. વિજેન્દર સિંહ અને સુશીલ કુમાર જેવા બોક્સર્સે ભારતીય બોક્સિંગને એક નવી ઉંચાઇએ પહોચાડ્યું છે. બોક્સિંગ વર્લ્ડમાં કોઇને પ્રસિદ્ધિ મળી તો કોઇ ગુમનામ બની ગયું.આવો જ એક ખેલાડી છે જેને ભારતને 17 ગોલ્ડ મેડલ જીતાડ્યા પરંતુ તે વિજેન્દરસિંહ અને સુશીલ કુમાર જેવી ઓળખ બનાવી શક્યો નથી. ઇન્ટરનેશનલ બોક્સર દિનેશ કુમાર આજે ભિવાનીમાં બે ટંકનું ભોજન અને લોન ચુકવવા માટે રસ્તા પર આઇસક્રીમ વેચી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે દિનેશ કુમારને 2010માં અર્જૂન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચુક્યો છે.
 
દિનેશ કુમારે ભારત માટે 17 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પરિસ્થિતિ ખરાબ થયા બાદ તે હવે સરકાર પાસે મદદ માંગી રહ્યો છે, તેના પિતાએ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ માટે લોન લીધી હતી, જેને ચુકવવા માટે તે પિતા સાથે આઇસક્રીમ વેચે છે. દિનેશ અનુસાર, 'મારા પિતાએ લોન લીધી હતી જેથી હું આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમી શકું, તેની લોન ચુકવવા માટે હું આઇસક્રીમ વેચુ છું. મે પહેલા અને અત્યારની સરકાર પાસે મદદ માંગી પરંતુ તેમને મદદ નથી કરી. હું ઇચ્છું છુ કે સરકાર મને નોકરી આપે જેનાથી મારી મદદ થઇ શકે.'
 
દિનેશ કુમારની આઇસક્રીમ વેચતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તે સપનાને છોડીને હવે પિતાની મદદ કરી રહ્યો છે જેથી તેમની લોન ચુકાવી શકે. આ પ્રથમ મામલો નથી, કેટલાક એવા ખેલાડી છે જેમને દેશનું નામ રોશન કર્યુ છે પરંતુ તે ગુમનામ જીવન જીવી રહ્યાં છે.

Tags :