થરાદ પોલીસે પીછો કરી દારૂ ભરેલી ગાડી પકડી એક આરોપીને ઝડપ્યો : બીજા ફરાર

 
 
 
 
 
                  થરાદ પોલીસને બાતમી હકીકત મળેલ કે એક ડી.આઈ. ગાડી (નં.જી.જે.૦૮.ઓ. ૮૦૬ર) માં પરપ્રાતિય દારૂ ભરી રાજસ્થાન માંથી બેવટા થઈ રાહ થઈ જેતડા તરફ આવનાર છે જે હકીકત આધારે રાહ ચાર રસ્તા ઉપર નાકાબંધી કરી ઉપરોક્ત હકીકત વાળી ગાડી આવતાં કોર્ડન કરી રોકાવવાનો પ્રયત્ન કરતાં ગાડીના ચાલકે પોતાની ગાડી રોડની સાઈડમાં ઉતારી એકદમ કટ મારી ગાડી જેતડા જવાના રસ્તા તરફ ભગાડેલી જેથી ગાડીનો ખાનગી વાહનથી પીછો કરતાં થોડે દુર જઈ ગાડીના ચાલકે પોતાની ગાડી સાઈડમાં ઉતારી ઉભી રાખી ચાલક તેમજ તેની બાજુમાં બેઠેલ ઈસમ ભાગેલા જેઓનો પીછો કરી એક ઈસમને પકડી પાડેલ પંચો રૂબરૂ પકડાયેલ ઈસમનું નામ ઠામ પુછતાં પોતાનું નામ સિધ્ધરાજસિંહ ભીખાજી વાઘેલા (રહે.લાખણી, તા.લાખણી) જે પોતે ડ્રાઈવીંગ કરતો હોવાનું જણાવેલ કે તે ભરતભાઈ નાનજીભાઈ હરીજન (રહે.ગેળા તા.લાખણી) હતો તથા સદરે ગાડીમાં તપાસ કરતાં પરપ્રાંતીય બીયર તથા ઘુમર દેશી દારૂની બોટલ નંગ - ૩૯૬ કિ.રૂ.રપ,ર૦૦/- તથા ગાડીની કિં.રૂ.૧,રપ,૦૦૦/- તથા તોહોન નં.૧  ની અંગ જડતી માંથી કબજે કરેલ સેમસંગ કંપનીનો એક મોબાઈલ કિ.રૂ.પ૦૦/- એમ કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,પ૦,૭૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી સિધ્ધરાજસિંહ ભીખાજી વાઘેલા પકડાઈ ગયેલ હોઈ તથા ભરતભાઈ નાનજીભાઈ હરીજન નાસી ગયેલ હોઈ જે બંને વિરૂધ્ધ સાથેના એ.એસ.આઈ. પ્રતાપસિંહ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.