બનાસકાંઠામાં હવામાન પલટાતા ખેડૂતો ચિંતાતુર

સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગતરોજ સવારે અચાનક વાતાવરણ પલટાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા હતા. ગતરોજ વહેલી પરોઢથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અને વિવિધ વિસ્તારોમાં વરસાદના છુટા છવાયા છાંટા પડતા ચોમાસુ માહોલ સર્જાયો હતો. જેને લઈ ખેતરોમાં લહેરાતા રવીપાકને નુક્શાન થવાની ભીતીથી ખેડૂતો  ચિંતાતુર થઈ ઉઠ્‌યા હતા. જોકે, વાતાવરણના બદલાવ સાથે શીત લહેર પ્રસરતા ઠંડીનો ચમકારો પણ વધ્યો હતો. જે બાદ અચાનક વાતાવરણ બદલાતા બપોરે આકાશમા ઉઘાડ થતા અને વાદળોમાં ઘેરાયેલા સૂર્યનારાયણે દર્શન દેતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.