02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / 7 અધિકારી જેને કરી લીધી આત્મહત્યા: કોઈ જિંદગીથી હારીને કૂદી ગયો ટ્રેન આગળ તો કોઈએ 10માં માળેથી મારી છલાંગ

7 અધિકારી જેને કરી લીધી આત્મહત્યા: કોઈ જિંદગીથી હારીને કૂદી ગયો ટ્રેન આગળ તો કોઈએ 10માં માળેથી મારી છલાંગ   30/11/2018

આઇટીઓ સ્થિત પોલીસ મુખ્યાલયમાં 10માં માળેથી કૂદીને ACP પ્રેમ વલ્લભે ગુરૂવારે સવારે આત્મહત્યા કરી લીધી. પોલીસ સૂત્ર મૂજબ, 55 વર્ષના વલ્લભ સ્થાપના શાખામાં તૈનાત હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. જયાં ડોક્ટરે તેને મૃત ધોષિત કર્યો. ACP વલ્લભે ઉત્કૃષ્ટ સેવા માટે 2016માં પોલીસ મેડલ પણ આપવામાં આવ્યું હતું. જો કે તેની આત્મહત્યા પાછળ શું કારણ છે તે અંગેની જાણકારી નથી મળી. 
 
 
2014માં બેચના આઇપીએસ સુરેન્દ્ર દાસ ઉત્તરપ્રદેશના બલિયાના રહેવાસી હતા. 5 સપ્ટેમ્બર 2018એ તેમણે લાલપેનથી સુસાઈડ નોટ લખીને આપઘાત કરી લીધો. પછી તેમને ફોરન રીજેન્સી હોસ્પિટલ દાખલ કરાયો હતો. 9 સપ્ટેમ્બરે તેમની તબિયતમાં સુધાર ન આવતાં આખરે મોત થઈ ગયું. સુસાઈડ નોટ પરથી જાણવા મળ્યું કે સુસાઈડનું કારણ કૌટુંબિક કલહ હતો. સુરેન્દ્રના પરિવારજનો તેમની ડો. પત્ની રવિનાને સુરેન્દ્રના મોત માટે જવાબદાર માને છે. સુરેન્દ્રે પત્નીને કરેલા એક મેઇલમાં લખ્યું હતું કે, હું માત્ર બીજાની જિંદગી જ બરબાદ કરૂ છું મને પ્રેમ નથી આપી શકતો.આપને આવા 6 અધિકારીઓની વાત કરી રહ્યું છે જેને કોઇના કોઇ કારણસર જિંદગી ટૂંકાવી દીધી.
 
11 મે 2018 મહારાષ્ટ્રના પૂર્વ એટીએસ ચીફ હિમાંશું રાયે સર્વિસ રિવોલ્વરથી જાતને ગોળી મારીને આપઘાત કરી લીધો. તેમણે સુસાઈડ નોટમાં લખ્યું કે, તેમના મોતનું કારણ કેન્સરની પીડા છે. 55 વર્ષના હિમાંશુને કેન્સર હતું. બીમારી ફેલાતી રહી. જેના કારણે તે ડિપ્રેશનમાં સરી પડ્યો અને પરેશાન રહેવા લાગ્યો.
 
10 ઓગસ્ટ 2017 29 વર્ષના મુકેશ પાંડેયે યૂપીના ગાઝિયાબાદમાં ટ્રેનની આગળ કૂદીને જીવ આપી દીધો. તેના આપઘાતનું કારણ પણ પારિવારિક કંકાશ જ હતું. તે બિહારમાં બક્સરમાં ડીએમ હતા. 2012ની બેચના આઇએસ મુકેશે મોત પહેલા એક વીડિયો બનાવ્યો હતો. તેના લગ્ન બાદ જીવનમાં ખૂબ ઉતાર ચઢાવ આવ્યા. તે કંટાળી ગયો હતો. તેની પત્ની ખૂબ જ અગ્રેસિવ અને એક્સ્ટ્રોવર્ટ હતી.
 
29 ડિસેમ્બર 2016માં યૂપી કૈડરના સિનિયર આઇએસ ઓફિસર સંજીવ દુબેએ પંખામાં લટકીને ગળા ફાંસો ખાઈ લીધો. 1987 બેચના દુબે હોમગાર્ડ વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કામ કરતા હતા. તેમણે સુસાઈડ નોટમાં સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓને મોતનું કારણ ગણાવ્યું હતું.
 
માર્ચ 2012માં 37 વર્ષના આઇપીએસ રાહુલ શર્માએ ઓફિસર્સ મેસના બાથરૂમમાં સર્વિસ રિવોલ્વરથી સુસાઈડ કરી લીધું. તે 2002ની બેટના આઇપીએ રહેલા રાહુલ કોલકતાના રહેવાસી હતા. તે છતીસગઢના બિલાસપુરમાં ડીએસપી પદ પર હતા. રાહુલ યુનિવર્સિટીમાં ટોપર હતા. તે માયાવતીના કેટલાક ડ્રીમ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા. જાણકારોના મુજબ હરમિંદરે પ્રશાસનિક દબાણના કારણે સુસાઈડ કરી લીધી હતી.

Tags :