02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / ધનતેરસથી બટાટાના વાવેતરની શરૂઆત :ધરતી પૂજન કરી ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી

ધનતેરસથી બટાટાના વાવેતરની શરૂઆત :ધરતી પૂજન કરી ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી   06/11/2018

 ધનતેરસથી બટાટાના વાવેતરની શરૂઆત 
 
 
 
ડીસા
દેશભરમાં બટાકા હબ ગણાતા ડીસામાં આજથી ખેડૂતોએ બટાકા વાવેતરના શ્રી ગણેશ કર્યા છે. ધનતેરસના દિવસે લોકો ધનની પૂજા કરતા હોય છે ત્યારે ખેડૂતોએ ધરતી માતા અને ખેત ઓજારોનું પૂજન કરી શુભ મુહૂર્તમાં બટાકાનું વાવેતર કરી ઉત્પાદન સારું થાય અને સારા ભાવ મળે તેવી પ્રાર્થના કરી હતી. ચાલુ વર્ષે ખાતર બિયારણના મોંઘા ભાવ  બટાકાનુંવાવેતર ઘટવાની શક્યતા જોવાઈ રહી છે.
આજે ધનતેરસ. માતા લક્ષ્મીની પરમ કૃપા મેળવવાનો દિવસ. આજના દિવસે લોકો પોતાના ઘરે તેમજ ધંધાના સ્થળે ધનની પૂજા કરતા હોય છે. ત્યારે બનાસકાંઠા માં પણ ખેડૂતો પોતાના ખેતરમાં ધરતીમાતાનુ પુજન કરી શુભ મુહૂર્ત વાવણીનો આરંભ કર્યો છે. દેશભરમાં બટાકાની ખેતી માં ખ્યાતિપ્રાપ્ત બનેલ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ બટાકાની વાવણી નો પ્રારંભ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી બટાકા સહિતની ખેતીમાં મંદીનો માર અને મોંઘવારીના કારણે ખેડૂતો ની હાલત કફોડી બની ગઈ હતી ત્યારે આ વર્ષે સારું ઉત્પાદન થાય અને સારા ભાવો મળે તે આશાએ ખેડૂતોએ શુભ મુહૂર્ત માં  બટાટા નું વાવેતર શરૂ કર્યું છે.
ખેડૂતો ધનતેરસ ના દિવસે ધરતી માતા ની પૂજા અર્ચના કરી હતી તેમજ ખેતી ના ઉખય સાધન ટ્રેક્ટર ની પૂજા આરતી કરી ભગવાનને પ્રાર્થના સાથે વાવેતર શરૂ કર્યું છે ત્યારે ગત વર્ષે મોંઘવારી, ખાતર માં ભાવ વધારો, પોષણક્ષમ ભાવો ના મળવા જેવા અનેક સમસ્યાઓ થી થાકેલા ખેડૂતો ના કારણે વાવેતર ઘટવાની શક્યતાઓ છે અને બટાટા માં ૧૦ ટકા જેટલું વાવેતર ઘટશે તેમ વેપારીઓ માની રહ્યા છે.

Tags :