02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

પાટણ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ   26/01/2019

 
 
પાટણ
તા. ૨૬મી જાન્યુ.ના રોજ સ્વતંત્ર ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. એટલેક ૨૫મી જાન્ય. ૧૯૫૦ નારોજ ભારતીય ચુંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. જેનાભાગ રૂપે તા. ૨૫મી જાન્યુ.ના દિવસને દેશભરમાં રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવવામાં આવેછે. આ અમલીકરણ માટેચુંટણી કરવાની પધ્ધતિ પણલોકશાહી ઢબે ચાલુ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૦માંચુંટણીકમિશન દ્વારા ૨૫ જાન્યુ.ને મતદાતા દિવસ તરીકે જાહેર કરવામાંઆવ્યો. ત્યારબાદ ૨૦૧૧ થી ૨૫મી જાન્યુઆરીના દિવસને ચુંટણીપંચ દ્વારા રાષ્ટ્રના મતદારોમાં જાગૃત્તિ આવે તે હેતુ રાષ્ટ્રીય મતદાતાદિવસ તરીક ેઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે નિવાસી અધિક કલેકટર  બી.જી.પ્રજાપતિ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં પાટણની કે.કે. ગર્લ્સ હાઇસ્કુલમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી  મુકેશભાઇ પટેલ અને પ્રાંત અધિકારી ડી.બી.ટાંકે પણ પ્રાસંગિકઉદ્દબોધનકરીરાષ્ટ્રીય મતદાતા દિવસનુ મહત્વ સમજાવ્યુ હતું. તેમજ મતદાર યાદીમાં નામ નોંધણી સત્વરે કરી લેવા અનુરોધ કર્યો હતો.  
મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે દિવ્યાંગ મતદારો અને ૮૦થી ૧૦૦ ના વયકક્ષાના વયસ્ક મતદાતાઓ, બેસ્ટ બી.એલ.ઓ., અને સુપરવાઇઝરોનું  શાલ ઓઢાડી સન્માન કરાયુંહતું. આપ્રસંગે મતદાતાના શપથપત્રનું સામુહિક વાંચન કરાયુંહતું.
કાર્યક્રમમાં શાળાના આચાર્ય મધુબેન દેસાઇ, તાલુકા વિકાસ અધિકારી  ભાવસાર, સમાજ સુરક્ષા અધિકારી શાહ, સબંધિત અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. આભારવિધિ મામલતદાર શેરસીયાએ કરી હતી.

Tags :