થરાદના ઉંદરાણાની બનાસ ડેરીમાં મંત્રીની મનમાની સામે પશુપાલકોનો હોબાળો

 
 
 
 
 
 
                                       થરાદ તાલુકાના ઉંદરાણા ગામની  બનાસ ડેરીના મંત્રીની મનમાની સામે સો જેટલા પશુપાલકોએ  હોબાળો કર્યો હતો. પશુપાલકોને દૂધ નો ટાઈમ પૂરો થયો છે. દૂધ નહીં ભરાય તેમ કહી દૂધ ભરવાનું બંધ કરી દેતાં ઉંદરાણાના સો જેટલા પશુપાલકોને હેરાન થવાનો વારો આવ્યો હતો.
ઉંદરાણાની બનાસ ડેરીમાં ગત રોજ સાડાનવ વાગ્યા સુધી દૂધ ભરવામાં આવ્યું હતું અને આજે અચાનક પશુપાલકોને જાણ કર્યા વગરજ દૂધ ભરવાનું બંધ કરી દેતાં પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યારે પશુપાલકોએ મીડિયા સમક્ષ એવું પણ જણાવ્યું હતું કે ડેરીનો મંત્રી ડેરીમાં હાજર રહેતો નથી અને ટેસ્ટર ડેરી હેન્ડલિંગ કરે છે અને જેના લીધેજ ડેરીને પેનેલ્ટી પણ આપવામાં આવી છે. થોડાજ દિવસો અગાઉ ડેરીને રૂ ૫૦,૦૦૦ની પેનેલ્ટી પણ આપી હોવાનું મંત્રી એ જણાવ્યું હતું અને ગ્રાહકોમાં એવી પણ ચર્ચા થતી હતી કે મંત્રીની લાપરવાહીને લીધેજ આ પેનેલ્ટી આપવામાં આવી છે. તેવી પશુપાલકોમાં ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી. વધુમાં ગ્રાહકોએ એવું પણ જણાવ્યું હતું કે અમોએ તો ડેરીના ચેરમેનનેતો ક્યારેય ડેરી માં દેખ્યાજ નથી.  ડેરીમાં પણ ટેસ્ટર સંભાલ્યે જાય છે ડેરીમાં ત્યારે લોકોમાં પણ ચર્ચાઓ જોવા મળી હતી કે જો મંત્રી ડેરીમાં હાજરજ નથી હોતો તો આ મંત્રીને પગાર કેવી રીતે આપવામાં આવે છે. તેવી પણ ચર્ચાઓ લોકોમાં થતી સંભાળવા મળી હતી. હવે આ ગ્રાહકો ને સાચો ન્યાય મળે છે કે પછી એમનું એમજ ચાલ્યા કરશે તેતો આવનારો સમયજ બતાવશે. અને આ ડેરી ના મંત્રી સામે અધિકારીઓ પગલાં લે અને પશુપાલકો ને સાચો ન્યાય મળે તેવી પશુપાલકો ની માંગ ઉઠવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.