મગને કર્યું મગફળી કૌભાંડ, તપાસનો ધમધમાટ શરૂ

રાજકોટના મગફળી કૌભાંડમાં પોલીસે મુખ્ય સૂત્રધાર ગુજકોટ કંપનીના વેરહાઉસ મેનેજર મગન ઝાલાવડિયાના તરઘડી ખાતે આવેલા મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસે ઝાલાવડિયાના ઘરમાંથી 146 ગ્રામ સોનું, 5 હજારનું ચાંદી અને રૂ.32 હજાર રોકડા જપ્ત કર્યા હતા. તેમજ જીજ્ઞેશ અને રોહિતના ઘરમાંથી મહત્વના દસ્તાવેજો પણ પોલીસે કબ્જે કર્યા હતા. આ ઉપરાંત ઓડિયોક્લિપ વાઈરલ થયા બાદ જેનું નામ ખુલ્યું તે મગનના સાથીદાર માનસિંગ સહિત વધુ પાંચને પણ પોલીસે ઝડપી પાડ્યા છે.
 
મગન ઝાલાવડિયાને સાથે રાખી DYSP ભરવાડ સહિતની ટીમ તરઘડી ખાતેના તેના ઘરે પહોંચી હતી. જ્યાં પાંચ કલાકથી વધુ સમય ચાલેલા દરોડામાં પોલીસે તેના ઘરમાંથી કેટલીક વસ્તુઓ જપ્ત કરી વધુ તપાસ આગળ ધપાવી હતી. બીજીબાજુ મગન અને લાઠોદરાના માનસિંગ પોપટ લાખાણી વચ્ચેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાઇરલ થતાં માનસિંગની સંડોવણી પણ કૌભાંડમાં સ્પષ્ટ થતાં પોલીસે માનસિંગની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ગીગન મેરામ ચુડાસમા, દેવદાન માંગા જેઠવા, ધીરૂ કાળા જેઠવા, હમીર બાવા જેઠવાની પણ ધરપકડ કરી છે.
 
 
મોટી ધાણેજ સહકારી મંડળીએ ખરીદેલી મગફળીનો હિસાબ જેમાં રખાયો હતો તે કમ્પ્યૂટર અને દસ્તાવેજો આરોપીઓએ ગાયબ કરી દીધા છે. જેને લઈને પોલીસે રિમાન્ડ પર રહેલા ભૂતકોટડાના જીજ્ઞેશ ત્રિભોવન ઉજટિયા અને લખધીરગઢના રોહિત લક્ષ્મણ બોડાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. દરમિયાન આ બંનેના ઘરમાંથી મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. તેમજ ધૂળના ઢેફા મેળવી જે મગફળીની ચોરી કરવામાં આવી હતી. તેમાંથી 6700 ગુણી મગફળી કેશોદના મેસવાણાની ક્રાંતિ ઓઇલ મિલમાં વેચ્યાનું ખૂલતાં પોલીસે મિલમાં દરોડો પાડી દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.