આૅનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ઈ-આૅક્શનમાં ભાગ લઈ શકાશે

પાટણ : વાહનચાલકોની સગવડ માટે સીલ્વર અને ગોલ્ડન નંબરની પસંદગીની ફાળવણી માટે એ.આર.ટી.ઓ, પાટણ દ્વારા ઈ-આૅક્શન શરૂ કરવામાં આવેલ છે. નવુ વાહન ખરીદનારાઓને શરૂ થતી નવી સીરીઝમાં પસંદગીનો નંબર મળી રહે તે માટે આગમી ૦૪ જુલાઈથી આૅનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.
સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરી, પાટણ દ્વારા મોટર સાયકલના નંબર માટેની નવી સીરીઝ  GJ.24.AK. 0001 થી GJ.24.AK. 9999 ઈ-આૅક્શન માટે શરૂ કરવામાં આવનાર છે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી રંંhttp:// parivahan. gov.in/fancy પર આૅનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ઈ-આૅક્શનમાં ભાગ લઈ શકશે. વાહન માલિકોએ આગામી તા. ૦૪ જુલાઈ થી તા. ૧૦ જુલાઈ સુધીમાં ઈ-આૅક્શન માટે આૅનલાઈન અરજી ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેનું તા. ૧૧ જુલાઈ થી તા. ૧૫ જુલાઈ સુધી ઓપન બિડીંગ થશે અને તા. ૧૬ જુલાઈ ના રોજ એ.આર.ટી.ઓ, પાટણ ખાતે ફોર્મ જમા કરાવવાના રહેશે.
ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ વાહન ખરીદીના સાત દિવસમાં http://parivahan.gov.in/fancy અ પર અચુક સી.એન.એ. ફોર્મ આૅનલાઈન ભરી દેવાનું રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. આ સમયમર્યાદા બહારની અરજીઓ રદ્દ કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.