ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉપક્રમે ગાયત્રી પરિવાર દ્વારા 8 રાજ્યોમાં વ્યસનમુક્તિ સ્વર્ણિમ ભારત રથ યાત્રાનું આયોજન

અખિલ ગાયત્રી પરિવાર, ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિતે વ્યસનમુક્ત સ્વર્ણિમ ભારત રથ યાત્રાનું આયોજન કર્યું છે. ગાયત્રી પરિવારના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડૉ. પ્રણવ પંડયાએ શાંતિકુંજ ખાતેથી 4 રથોનું અનાવરણ કર્યું હતું. (એક મિનિ ટ્રકમાંથી બનાવેલા છે આ રથ) આ રથમાં વ્યસન મુક્તિ અભિયાન સૂત્રોચ્ચારો તેમજ રાષ્ટ્રપિતાના જીવનના આદર્શોને અંકિત કરવામાં આવ્યાં છે. ગાયત્રી પરિવારના પ્રમુખ ડૉ. પ્રણવ પંડયાએ શાંતિકુંજ ખાતેથી આ 4 રથને ગ્રીન સિગ્લન આપી 8 રાજ્યો માટે રવાના કર્યાં હતા. આ ચારેય રથ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં ફરી વ્યસનમુક્તિનો સંદેશ આપી લોકોમાં જાગૃતિ ફેલાવશે.
 
ધાર્મિક કાર્યક્રમોની સાથે સામાજિક સંદેશ આપતા ગાયત્રી પરિવાર નશા મુક્તિ આંદોલન, સ્વચ્છ ભારત અભિયાન, પર્યાવરણ સંરક્ષણ, રક્ત દાન શિબિર સહિતના કાર્યક્રમોમાં પણ અગ્રેસર રહિ એક નવા ભારતની સંરચના કરવાનો ધ્યેય નક્કી કર્યો છે.
 
બાપૂની 150મી જન્મજયંતિ પૂર્વે 23 સપ્ટેમ્બરે તેઘરિયા સ્થિત ગાયત્રી મંદિર પરિસરે સાયકલ સાધના રેલીનું પણ આયોજન કર્યું છે. આ રેલી અંતર્ગત શહેરી અને ગ્રામીણ ક્ષેત્રનું ભ્રમણ કરી લોકોને રાષ્ટ્રપિતાના આદર્શો પર ચાલવીની શીખ આપવામાં આવી રહિ છે.
તો આ પૂર્વે એપ્રિલમાં લખનઉમાં પણ ગાયત્રી પરિવારે વ્યસન મુક્તિ અભિયાન ચલાવ્યું હતું. જે અંતર્ગત એક મોટી શિબિર ગોઠવી હતી જેમાં એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
આ ઉપરાંત ગાયત્રી પરિવાર કેરળમાં આવેલી પૂર જેવી ભયાનક કુદરતી આફત સમયે પણ લોકોને મદદ કરવા આગળ આવ્યાં હતા. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડૉ. પ્રણવ પંડયા અને શૈલદીદીએ વડાપ્રધાન રાહત ફંડમાં સવા કરોડ રૂપિયા જમા કરાવ્યાં હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.