02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલ ત્રીજા ક્રમે

રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલ ત્રીજા ક્રમે   20/02/2019

 
 
 
 
 
 
                                    તા. ૯/૧૦/૦૨/૨૦૧૯ ના રોજ ઓલ ઇન્ડીયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા રાષ્ટ્રકક્ષાનું ૧૩ મુ મેથેમેટીક્સ કન્વેન્સન અર્પિત ઇન્સ્ટીટ્યૂટ-રાજકોટ ખાતે યોજાયું હતું. જેમાં આપણા દેશના જૂદા-જૂદા ૧૬ રાજ્યોમાંથી તથા બે દેશો નેપાળ અને મોરેસીયસના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કન્વેન્સનમાં મેથ્સ મોડેલ, મેથ્સ પઝલ્સ, ટીચર્સ પ્રેઝન્ટેશન, મેથ્સ Âક્વઝ જેવી સ્પર્ધાઓ યોજાઇ હતી.
આ કન્વેન્સનમાં પાટણની પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલના ધો. ૯ના વિદ્યાર્થીઓ જલજ પિયુષકુમાર પટેલ અને નિરવ અલ્કેશકુમાર ત્રિવેદીની ટીમે શાળાના રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષક ધનરાજભાઇ ઠક્કરના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રકક્ષાની આ Âક્વઝમાં સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ Âક્વઝ સંપૂર્ણ ઇંગ્લીશ માધ્યમમાં યોજાયેલ જેમાં ૩૦ ટીમોએ ભાગીદારી નોંધાવેલ તે પૈકી પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલની ટીમે સમગ્ર રાષ્ટ્રમાં Âક્વઝ સ્પર્ધામાં તૃત્તિય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું, સમાજનું અને સમગ્ર પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રકક્ષાના આ કન્વેન્સનમાં પી.પી.જી. એક્સ પેરિમેન્ટલ હાઇસ્કૂલના શિક્ષક ધનરાજભાઇ કે. ઠક્કરે મોડેલ્સ અને પઝલ્સ વિભાગમાં નિર્ણાયક તરીકેની અગ્રીમ ભૂમિકા ભજવી હતી. તે બદલ બંને વિદ્યાર્થીઓ અને શિક્ષક ધનરાજભાઇ ઠક્કરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે તથા ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.  આ કન્વેન્સનમાં રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય લેવલના વૈજ્ઞાનિકો તથા ગણિત શાસ્ત્રીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ સમાપન સમારોહમાં હાજર રહ્યા હતા. ઉપરાંત આ કન્વેન્સનમાં જેમણે પ્લુટો ગ્રહ શોધેલ છે તેવા ભારતના સિનિયર વૈજ્ઞાનિક ડાp. જે.જે. રાવલની વિશેષ ઉપÂસ્થતિ રહી હતી. મેથસ ગુરૂ, રાવ, દિલ્હીથી ખાસ પધારેલ રાજેશ ઠાકુર, ચંદ્રમૌલી જાષી વિગેરે હાજર રહ્યા હતા. 
વિજેતા ટીમ અને માર્ગદર્શક શિક્ષકને એન.જી.ઇ.એસ. કેમ્પસના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ડાp. જે.એચ. પંચોલી, શાળાના આચાર્યા ડાp. અલકાબેન બી. પટેલ તથા સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

Tags :