02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / વાવના ભાચલી ગામે પરિવારને મારી નાખવાની સોપારી લેનાર બે ઝડપાયા

વાવના ભાચલી ગામે પરિવારને મારી નાખવાની સોપારી લેનાર બે ઝડપાયા   12/08/2019

વાવ તાલુકાના મુળ ભાચલી ગામના રહીશ અને અંકલેશ્વરની ગણેશ સોસાયટી માં રહેતા નાગજીભાઈ પરબતભાઈ બ્રાહ્મણને તેમના કૌટુંબિક એવા દલપતભાઈ તલાભાઈ બ્રાહ્મણ અને દશરથભાઈ ઈશ્વરભાઈ બ્રાહ્મણ વચ્ચે ઝગડો થતાં નાગજીભાઈ પરબતભાઈ બ્રાહ્મણ ઉપર આ બંને ઈસમોએ જીવલેણ હુમલો કરી પગના ભાગે ફેક્ચર કરી નાખતા આ બંને ઈસમો વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ ૩ર૬ મુજબનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ બ્રહ્માણ સમાજના અગ્રણીઓ અને કૌટુંબીક પરિવારે સાથે મળીને આ બાબતનું સમાધાન કરી લીધુ હતું. પરંતુ સમાધાન બાદ પણ નાગજીભાઈ પરબતભાઈ બ્રાહ્મણના પરિવારને હેરાન પરેશાન કરતાં નાગજીભાઈ પરબતભાઈ બ્રાહ્મણના પરિવારજનો એ ચાર ઈસમો વિરૂધ્ધ વાવ પોલીસ મથકે અરજી આપી જાણ કરાઈ હતી. આ બાબતનો પૂર્વગ્રહ રાખી બ્રાહ્મણ દશરથભાઈ ઈશ્વરભાઈ અને બ્રાહ્મણ દલપતભાઈ તલાભાઈએ વિષ્ણુ રબારી, અલ્તાફ ઘાંચીને સોપારી આપી નાગજીભાઈ 
પરબતભાઈ બ્રાહ્મણના પરિવારજનોને જાનથી મારી નાખવાની સાજીશ રચી નાગજીભાઈ પરબતભાઈ બ્રાહ્મણને ભરૂચ ખાતે આવેલી જી.એન.એફ.સી. બસ સ્ટેન્ડ પાસે એક સિલ્વર કલરની કારમાં ત્રણ ઈસમોએ લોખંડની પાઈપ વડે જીવલેણ હુમલો કરતાં નાગજીભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ભરૂચ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ભરૂચ પોલીસે સી.સી.ટી.વી. ફુટેજના આધારે વિષ્ણુ રબારી (રહે.થરા), અલ્તાફ ઘાંચી (રહે.થરાદ) વાળાને પકડી રીમાન્ડ દ્વારા વધુ પુછપરછ કરતાં આ બંને સોપારીની ખંડણી ખોરોએ કબુલાત કરી હતી કે અમને નાગજીભાઈ પરબતભાઈ બ્રાહ્મણના પરિવારના ૬ સભ્યોને મારી નાખવાની સોપારી દશરથભાઈ ઈશ્વરભાઈ બ્રાહ્મણે, ઈશ્વરભાઈ માનાભાઈ બ્રાહ્મણ દલપતભાઈ, તલાભાઈ બ્રાહ્મણ તમામ રહે.ભાચલી, તા.વાવ વાળા અને નારણભાઈ માવજીભાઈ બ્રાહ્મણ (રહે.અસારા, તા.વાવ) વાળાએ આપી હતી. જાકે સોપારી લેનાર બે આરોપીઓ હાલમાં જેલ હવાલે છે જ્યારે સોપારીનો ત્રીજા સુત્રધાર પણ વાવ પંથકનો હોવાનું ચર્ચાસ્પદ બન્યુ છે. હાલમાં બે સોપારીના ખંડણીખોરો જેલ હવાલે છે જ્યારે સોપારી આપનાર  ૪ ઈસમો ભુગર્ભમાં હોવાનું ચર્ચાસ્પદ બન્યુ છે. 

Tags :