દેવીમાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે થયો ભયાનક અકસ્માત, 10ના મોત

છત્તીસગઢ-ઓરિસ્સા બોર્ડર પર મંગળવારે મોડી રાતે થયેલી ટ્રક અને જીપની અથડામણમાં 10 લોકોનાં મોત થઈ ગયાં છે. જીપમાં સવાર આ તમામ લોકો ઓરિસ્સાના કોમનાદેવીના દર્શનમાંથી પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં પતિ-પત્ની અને તેમના બે બાળકોનો આખો પરિવાર ખતમ થઈ ગયો.
 
મળતી માહિતી પ્રમાણે, મહાસમંજ જિલ્લાના બલદીડીહથી પાંચ, સાકરાથી ચાર અને અંસુલાથી એક એમ કુલ 10 માણસો બોલેરોમાં સવાર થઈને ઓડિસાના કોમનામાં માતાના મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી તમામ લોકો એકસાથે મંગળવારે મોડી રાતે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન નુઆપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડામણ થઈ ગઈ.
 
અકસ્માતમાં ડ્રાઈવર સહિત બોલેરોમાં સવાર તમામ લોકોનાં મોત થઈ ગયાં. મૃતકોમાં બલદીડીહ નિવાસી બલ્દીડીહ નિવાસી ડૉ. દિનેશ ડડસેના, તેમની પત્ની ચાંદની ડડસેના, તેમના બે સંતાન ભારતી અને ધનંજય, સાંકરા ભાજપ મંડળ અધ્યક્ષ સુરજીતસિંહ પપ્પૂ, બલ્દીડીહના સરપંચના પતિ મેઘનાથ નિષાદ, અંસુલા નિવાસી મુકેશ અગ્રવાલ, સાંકરાના ઘનશ્યામ નેતામ અને તેમના બહેન દિલેશ્વરી નેતામ સામેલ છે.
 
હાલ એટલી જાણકારી સામે આવી છે કે ડ્રાઈવર જ ગાડીનો માલિક પણ હતો. અથડામણ સામસામે કેવી રીતે થઈ તે વિશે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી. મૃતકોના પરિવારજનો પણ નુઆપાડા હોસ્પિટલ પહોંચ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.