મોડાસાના લાંચીયા પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટની અટકાયત ઃ ૫ દિવસના રિમાન્ડ મંજુર

અરવલ્લી : મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ વર્ષ-૨૦૧૮ માં માલપુર પોલીસે સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે દુષ્કર્મ ના કેસમાં આરોપીને ફાયદો થાય તે રીતે કાગળ કરી આપવા જે તે સમયે ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી જેમાંથી ૨ લાખ ૨૫ હજાર રૂપિયા અગાઉ લીધા હોવા છતાં દુષ્કર્મના આરોપીને બાકીના રૂપિયા માટે દબાણ કરતા ગાંધીનગર એસીબી નો સંપર્ક કરતા ૭ જુલાઈએ મોડાસા સહયોગ ચોકડી નજીક ગાંધીનગર એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી ફરિયાદી પાસેથી પીએસઆઈ  કે.ડી.બ્રહ્મભટ્ટ ૨૦ હજાર રૂપિયાની લાંચ લીધી હતી એસીબીની ટ્રેપની ગંધ આવી જતા લાંચના ૨૦ હજાર રૂપિયા લઈ રફુચક્કર થઈ જતા નાસતા ફરતા પીએસઆઈને ઝડપી લેવા એસીબીની ટીમે સંભવિત સ્થળોએ રેડ પાડવાની સાથે રાજ્યના તમામ પોલીસ મથકોમાં જાણ કરવામાં આવી હતી
મોડાસા ટાઉન લાંચીયો પીએસઆઈ પીએસઆઈ  કે.ડી.બ્રહ્મભટ્ટ ૪ દિવસ ભૂગર્ભ માં રહ્યા પછી શનિવારે રાત્રે સામેથી ગાંધીનગર એસીબી ઓફિસમાં હાજર થઈ જતા ગાંધીનગર એસીબી ટીમના તપાસ અધિકારી આર.એન પટેલ અને તેમની ટીમે પીએસઆઈને રવિવારે ગાંધીનગરથી લઈ આવી મોડાસા સેસન્સ કોર્ટના જજ આગળ રજુ કરતા પીએસઆઈ  કે.ડી.બ્રહ્મભટ્ટના ૫ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા ગાંધીનગર એસીબીની ટીમે ૫ દિવસના રિમાન્ડ મંજુર થતા આગળની કાર્યવાહી હાથધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.