02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારની પસંદગીની કવાયત શરૂ

બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારની પસંદગીની કવાયત શરૂ   15/03/2019

લોકસભાની ચૂંટણી જાહેર થઇ ગઈ છે ત્યારે સમગ્ર ઉતરગુજરાત માં મહત્વપૂર્ણ ગણાતી બનાસકાંઠા બેઠકના ઉમેદવારને લઈ ઉત્સુકતા છવાઈ છે કૉંગ્રેસમાં ત્રણ  નામ ચાલી રહ્યા  છે તો ભાજપ સતત છેલ્લી છ ટર્મથી હરિભાઈ ચૌધરીને ટિકિટ આપે છે પરન્તુ આ વખતે સમીકરણો બદલાયા છે તેથી ભાજપના ઉમેદવારને  લઈ ઉત્સુકતા વધી પડી છે તેની વચ્ચે ભાજપના ચૂંટણી નિરીક્ષક ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશલ્ય કુંવરબા અને દુસ્યં ત પન્ડયાએ ઉમેદવારની પસન્દગીની  કવાયત હાથ ધરી છે તેમણે ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે બંધ બારણે બેઠકો યોજી તેમના સેન્સ લઈ અભિપ્રાય જાણ્યા હતા જેનો અહેવાલ તેઓ  ભાજપ મોવડી મન્ડલને આપશે ત્યારબાદ ઉમેદવાર ના નામની જાહેરાત થશે જો કે નામ હોળી ધુળેટી બાદ જાહેર થશે પરન્તુ ચૂંટણી નિરીક્ષકોના આગમનને  લઈ જિલ્લામાં રાજકીય હલચલ છવાઈ છે.

Tags :