પાલનપુરમાં ઇલેક્ટ્રોનિક માલસામાનના ગોડાઉનમાં આગ લાગી, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ સહિત સામાન બળીને ખાખ

પાલનપુરમાં ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર નજીક આવેલ મહાજન હોસ્પિટલ પાસે આવેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ગોડાઉનમાં શુક્રવારે રાત્રીના સમયે અગમ્ય કારણોસર આગ લાગી હતી.
   
પાલનપુરમાં ટેલીફોન એક્સચેન્જ નજીક મહાજન હોસ્પિટલ પાસે આવેલ એક કોમ્પ્લેક્સ ના ભોંયરામાં આવેલ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓના માલિક મનીષભાઈ પરમાર ( માળી )ના ગોડાઉનમાં શુક્રવાર ની રાત્રીના સમયે એકાએક અચાનક અંદરથી ધુમાડાઓના ગોટાળા સાથે ભયંકર આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી.આગ લાગવાની જાણ લોકોને થતા ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓના માલિકને જાણ કરવામાં આવી હતી,જે સાંભળી માલિક દોડી આવ્યા હતા. આગને કાબુ લેવા પાલનપુર નગરપાલિકાના ફાયરફાયટરને જાણ કરી હતી,ઘટના સ્થળે ત્રણ ફાયર ફાયટર આવી ત્રણ કલાક થી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.ફાયરફાયટર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાય ત્યાં સુધી  ગોડાઉનની અંદર રહેલ લાખોનો ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.