ખેડબ્રહ્માના ચીખલામાં આરસીસી કેનાલના કામમાં ગેરરીતિની રાડ

 
 
 
                     ખેડબ્રહ્માના ચીખલા ગામની કેનાલમાં બોગસ આરસીસીની કામગીરી થતાં ગ્રામજનોએ કરી ઉગ્ર રજૂઆત કરતાં મામલો ગરમાયો.
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા ગામના ખેડૂતોને સિંચાઈ દ્વારા ખેતરોમાં ઉભા પાકને નુકશાન થતુ અટકાવવા માટે સાબરકાંઠા જીલ્લા સિંચાઈ વિભાગ હસ્તકની ખેડબ્રહ્મા નાયબ કાયઁપાલક કચેરી દ્વારા ઈઆરએમ વકઁ ટુ એમઆઈ હેઠળ ચીખલા ગામમાં ૬૦૦ મીટરની આરસીસી કેનાલ બનાવવામાં આવી છે તે અંતગઁત ગ્રામજન અમૃતભાઈ ડાભી તથા બાબુભાઈ ડાયાણીના જણાવ્યા મુજબ આ કેનાલ બનાવ્યે માંડ ૧૦ દિવસ થયા છે અને કેનાલમાં નબળી કામગીરી થતાં તિરાડો પડી છે અને હાથથી આરસીસી ખોતરતાં બોગસ કામગીરી બહાર આવતાં ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી છે તે બાબતે ડેપ્યુટી એન્જીનીયર જે જે પટેલે જણાવ્યું હતુ કે આ ચીખલા ગામની કેનાલ બનાવવા બાબતે જે કોઈ પણ ક્ષતિ હશે તેને તાકીદે દૂર કરવામાં આવશે.
કામનુ જે ટેન્ડર બહાર પડયુ તે રુ.૧૫ લાખનુ હતુ જે રકમથી જે તે કોંન્ટ્રાકટરે સરકારે નક્કી કરેલ રકમથી પણ ૩૩ % નીચા ભાવથી કામ રાખેલ હતુ તો આટલા નીચા ભાવથી કરેલ કામ  કેટલા અંશે વ્યાજબી હશે ? તે એક પ્રશ્ન ગ્રામજનોને ઉપસ્થિત થયો છે. કોંન્ટ્રાકટરો અને અધિકારીઓની મિલીભગતથી હલકી ગુણવત્તાનુ કામ થયુ છે તેવુ ગ્રામજનોએ જણાવ્યુ છે. આટલો રુ.૧૦ લાખનો માતબર ખચોઁ કરવાથી પણ ગામના ખેતરોમાં આ કેનાલ દ્વારા પાણી પહોચશે ખરુ ?
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.