ધાનેરા શહેરના ખેડૂતોએ આજે પવિત્ર ગણેશ ચોથ ના દિવસે આવનારા વર્ષ માટે જોયા સુકન

ભારત દેશ એ વિશ્વાસ અને આસ્થા પર ચાલનારો દેશ છે. ભૂતકાળ પણ ભારત નો સંસ્કૃતિ ને આધીન રહ્યો છે.જયારે આજે 21 મી સદી મા જયારે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે તો ગામડા અને શહેર ના જુના લોકો આજે પણ જૂની પરંપરા ને જાળવી રાખી છે
 
હાલ આખું ગુજરાત પાણી માટે ટલવળી રહ્યું છે.ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા માં.પણ પાણી ની અછત આજે લોકો ને રોવડાવી રહી છે.જિલ્લા ના ધાનેરા તાલુકાની વાત કરીએ તો સતત ચાર વર્ષ દરમિયાન બે બે વાર પુર હોનારત અને ગત વર્ષે દુષ્કાળ જેવા સમય નો સામનો કરનાર ધાનેરા પથક હવે માત્ર ને માત્ર વરસાદી પાણી પર નિર્ભય હોય આવો સમય આવ્યો છે
 
જયારે ગત રોજ આખત્રીજ ના દિવસે ખેડૂતો પોતાના ખેતર મા બળદ તેમજ ખેતી ના ઓજારો ની પૂજા કરી વાવણી કરતા હોય છે.જયારે આજે ગણેશ ચોથ ના શુભ દિવસે ધાનેરા શહેર ના ખેડૂતો એ પણ વર્ષો થી ચાલી આવતી પરંપરા પ્રમાણે ગણેશ ભગવાન ની પૂજા કરી આવનારું વર્ષ ખેતી માટે કેવું રહેશે અને વરસાદ કેવો થશે તેના સુકુન જોયા હતા.
ધાનેરા ના પ્રજાપતિ વાસ મા ધાનેરા ના ખેડૂતો એ ભેગા થઈ શરૂઆત માં માટી ના ગણપતિ દાદા ની વદના કરી પ્રાથના કરી હતી.ત્યાર બાદ ગુજરાતી મહિના ના ચાર મહિના પ્રમાણે ચાર અલગ અલગ માટી ના કુલડ મૂકી તેમાં પાણી ભરી આવનારું વર્ષ કેવું હશે તે નક્કી કરાયું હતું.
 
અષાઢ.શ્રવણ.ભાદરવો આંસુ .આમ ત્રણ માસ પ્રમાણે ત્રણ માટી ના કુલડ માં પાણી ભરાય છે અને જે કુલડ માંથી પાણી પહેલા નીકળે તે પ્રમાણે વરસાદ કેવો થશે તેનું અનુમાન લગાવવામાં આવે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.