ધાનેરામાં ૫૦૦ ની નકલી નોટો ફરતી હોવાની રાડ

 
                             રાજસ્થાનને અડીને આવેલા અને બનાસકાંઠાના તાલુકા મથક ધાનેરાની બજાર માં ૫૦૦ રૂપિયાની નકલી નોટો ફરતી હોવાના ચોંકાવનારા અહેવાલો સાંપડે છે. તાલુકા મથક ધાનેરા નાના મોટા ધંધા રોજગરથી ધમધમે છે અહીં માર્કેટયાર્ડ, બેંકો, શાળા કોલેજો, દવાખાના, સહિત વિવિધ કોમ્પલેક્સો આવેલા છે તેથી તાલુકાભરની પ્રજા શહેર સાથે સંકળાયેલી રહે છે નજીકના રાજસ્થાન રાજ્યની પ્રજાપણ ખરીદી, માલની લેવેંચ અને ખરીદી અર્થે આવે છે તેથી આખો દિવસ ધમધમતા ધંધા રોજગારમાં લાખ્ખો રૂપિયાની આર્થિક લેવડ દેવડ થાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોઈ દેશદ્રોહી ભેજાંબાજે બજારમાં ૫૦૦ ના દરની નકલી નોટો આબાદ રીતે ફરતી કરી દીધી છે
આમેય બે વર્ષ અગાઉ નોટ બંધી બાદ સરકારે ઉતાવળે બહાર પાડેલી ૫૦૦ રૂપિયાના દરની નવી નોટની ગુણવતા અને સલામતી સામે સવાલો ઉઠવા પામ્યા હતા તેમ છતાં સરકારે સવાલો સામે આંખ આડા કાન કરી દીધા હતા આર્થિક વિશ્લેષકોની ગંભીર ચેતવણીને પણ ગણકારી ન હતી  જેના ભયાવહ પરિણામો હવે ઉજાગર થવા લાગ્યાછે જેની અર્થતંત્ર ઉપર વિનાશક અસરો વર્તવા લાગી છે ત્યારે ધાનેરાની બજારમાં પણ ૫૦૦ ની નકલી નોટો ફરી રહી છે આમતો નકલી નોટ કાગળ ઉપરથી સરળતાથી પકડાઈ શકે છે પરંતુ ઉતાવળમાં વેપારીઓ સાથે આમપ્રજા પણ ભોળવાઈ જાય છે અને પાછળથી પેટ ભરીને પસ્તાય છે એટલુંજ નહીં, આ લોકો પણ યેનકેન પ્રકારે આ નોટથી છુટકારો મેળવી જંગ જીત્યાનો હાશકારો અનુભવે છે તેથી નકલી નોટો બજારમાં ફરતી રહે છે જેના કારણે હવે લોકો ૫૦૦ ની સાચી નોટ લેતા પણ અચકાવા લાગ્યા છે કારણ નકલી નોટો ઘરજમાઈ બની રહે છે તેમાં પણ કોઈ ગરીબ કે શ્રમજીવીના હાથમા આવી નોટ આવી જાય તો તેની હાલત કફોડી બની જાય છે જયારે જાગુતોની હાલત દયનિય બની જાય છે
બેન્કના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બજારમાં ઘણી નકલી નોટો ફરી રહી છે થોડી સાવધાનીથી તેનાથી બચી સકાય છે નકલી નોટનું કાગળ જાડું અને રફ હોય છે હાથમાં લેતાજ તેની જાણ થઈ જાય છે એ સિવાય રિઝર્વ બેન્કના માપદન્ડો મગજમાં રાખવા જરૂરી છે. જો કે નકલી નોટના ભવિષ્યમાં ગમ્ભીર પરિણામો આવી શકે છે જેથી પોલિસ સહિત જવાબદાર તંત્ર આ બાબતે કડકાઈ દાખવે તે સમયનો તકાજો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.