પાકિસ્તાનથી મુંબઈ લવાયેલી ૨૩ લાખની નકલી નોટો સાથે એકની ધરપકડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મુંબઈઃ નકલી નોટોથી ભારતીય અર્થતંત્રને ડામાડોળ કરવાના પાકિસ્તાનના કાવતરાનો કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાએ આપેલી માહિતી પરથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાનથી વાયા દુબઈ લાવવામાં આવેલી બબ્બે હજાર રૂપિયાની લાખ્ખોની આબેહૂબ નોટો સાથે એક જણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને જાવેદ ગુલામનબી શેખ (૩૬) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે, જે થાણે જિલ્લાના કલવાનો રહેવાસી છે.કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા પાસેથી મળેલી માહિતીને આધારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની બે વિશેષ ટીમે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ટર્મિનલ-૨ આસપાસ રવિવારે સવારે છટકું ગોઠવી રાખ્યું હતું.સવારે ૯.૩૦ વાગ્યે એરપોર્ટ નજીક એક બસ સ્ટોપ પાસે આરોપી આવ્યો હતો. તેની હિલચાલ શંકાસ્પદ લાગતાં તેને ઘેરાવ કરીને કબજામાં લેવાયો હતો. તેની પાસે એક ટ્રાવેલ બેગ, ટ્રોલી બેગ, ખાખી બોક્સ અને એક હેન્ડબેગ હતી.તેની ટ્રાવેલ બેગમાંથી બબ્બે હજાર રૂપિયાની ૧૧૯૩ નોટો મળી આવી હતી, જેનું મૂલ્ય રૂ. ૨૩,૮૬,૦૦૦ થાય છે. આ નોટો બાબતે તેની ઊલટતપાસ લેતાં તે નકલી હોવાનું જણાવ્યું હતું. તે મુંબઈ સહિત ભારતનાં મુખ્ય શહેરોમાં વિતરણ કરવા માટે લાવ્યો હતો. આ નોટો અત્યંત ઉચ્ચ ગુણવત્તાની હતી, જેને ધારીધારીને જોવામાં આવે તો જ તે નકલી હોવાનું જણાય છે. તેને દુબઈમાં આ નોટો આપવામાં આવી હતી, જે પાકિસ્તાનથી આવી હતી. આ રીતે આરોપી આ પૂર્વે કેટલી નોટો લાવ્યો છે, તેના સાગરીતો કોણ છે તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.