ધાનેરા પંથકમાં પાણી પહોંચાડવાના વચન સરકારે પાળ્યા નથી : ધારાસભ્ય નથાભાઈ પટેલ

 
ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે વિધાનસભામાં પાણીના પ્રશ્ને ધારદાર રજુઆતો કરી હતી. ધારાસભ્ય નથાભાઈ હે.પટેલે જણાવ્યું હતુ કે નાણામંત્રીએ જે બજેટ રજુ કર્યુ છે એ આવકારદાયક છે એના ઉપર હું વિચારો રજુ કરૂ છું. મારા વિસ્તારમાં બનાસકાંઠા જીલ્લાના પશ્ચિમના જે તાલુકાઓ છે વાવ, થરાદ, ભાભર, શિવગઢ તાલુકામાં નર્મદાના પાણીથી ખેડૂતોને ખુશહાલી છે અને સરકારને હું અભિનંદન આપું છું કે પાણી મળી રહે છે. પરંતુ સાથે સાથે ફરિયાદ પણ એવી છે કે એ વિસ્તારમાં જે કેનાલો બનાવવામાં આવી છે એ કેનાલોમાં છાશવારે ભંગાણો પડે છે અને ભંગાણ પડવાના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળે છે અને એ આપણી બેદરકારી છતી કરે છે. બીજી વાત એ છે કે માજીમુખ્યમંત્રી આનંદીબેનના વખતમાં ંપાઈપલાઈન મારફત નર્મદાનું પાણી નાખવામાં આવ્યું હતું પણ જ્યારે ઉદ્‌ઘાટન થયું અને જે પાણી આપવામાં આવ્યું એના પછી દાંતીવાડા ડેમમાં પાણી નાખવામાં આવ્યું છે. આ નહેરનો ઉપયોગ કરવામાં આવે છે એ ખબર જ પડતી નથી. બીજી વાત એ છે કે આ વર્ષે બજેટની જાગવાઈ કરી અને કાલે જ શિવાભાઈએ વાત કરી હતી કે થરાદથી શિરોહી ડેમમાં પાણી નાખવામાં આવશે અને એ પાઈપલાઈનની યોજના મંજુર કરી અને ૧૦૦ કરોડની જાગવાઈ કરી છે. એ સારી બાબત છે. સરકારની પ્રશંસા કરવાની બાબત છે પણ સાથે સાથે મારે એ ધ્યાન દોરવું છે કે એક પાઈપલાઈન નાખી છે અને બીજી પાઈપલાઈન નાખીને લાભ થશે કે કેમ એ વિચારવા જેવી બાબત છે. તેના માટે મનોમંથન કરીને પૈસા સરકારના ખર્ચાય છે તેવી મારી વિનંતી છે.
બનાસકાંઠા જીલ્લામાં પશ્ચિમ તાલુકામાં પાણીના લીધે કંઈપણ ફાયદો થયો છે. પણ પૂર્વ તરફના પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા પહેલા પાણી હતા એ આજે રહ્યા નથી. એના કારણે પશ્ચિમના તાલુકા કરતા પણ આ તાલુકાની પરિÂસ્થતિ ગંભીર બની છે. ખેતી ઠીક છે, પણ પીવાનું પાણી આજે પણ નથી. એવા સમયે જ્યારે વચ્ચે ગઈ સરકારમાં આંદોલન કરવામાં આવ્યું. એના ભાગરૂપે સરકારે ખાતરી આપી હતી અને ખાતરીના ભાગરૂપે પ કરોડની બજેટમાં જાગવાઈ કરવામાં આવી હતી કે સરવે કરીને પાણી આપવામાં આવશે. તો પ કરોડ રૂપીયા સરવે કરીને તેના પૈસા બે વર્ષથી બજેટમાં આવ્યા ? સરવે થયો છે કે કેમ ? સરકારને વિનંતી છે. સરકારમાં કાગળ લખ્યો તો મને જણાવવામાં આવ્યું હતું કે તમારૂ નર્મદાના કમાન્ડ એરિયામાં આવતા નથી. એટલે આને નર્મદાના કમાન્ડ એરિયામાં લેવામાં આવે અને આ પ્રજાને પાણી આપવામાં આવે એવી મારી વિનંતી છે. બીજું, જુના જમાનામાં આ વિસ્તારને પૂર્વના ભાગને પાણી આપવા માટે કડાણા અપર કેનાલમાંથી કરમાવત તળાવમાંથી મુÂક્તશ્વર ડેમ મારફત દાંતીવાડા, વડગામ અને ધાનેરાને પાણી આપી શકાય. તેવી યોજના હતી. એ યોજનાને જીવંત કરવામાં આવે અને ફરીથી તેના ઉપર ધ્યાન આપવામાં આવે તો આ વિસ્તારને પાણી મળી શકે તેમ છે. બીજી વાત દાંતીવાડા તાલુકામાં શીપુ અને દાતીવાડા બન્ને ડેમો બનાવવામાં આવેલ છે, છતા એનુ એક ટીપુ પાણી આ વિસ્તારને મળતું નથી, તો આ વિસ્તારને આ ડેમમાંથી  પાણી આપીને આ પાણીનો પ્રશ્ન વિચારવામાં આવે તો એમને પણ હળવાશ થઈ શકે તેમ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.