02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / જૂનાગઢમાં 14 સેકન્ડમાં છરીનાં 11 ઘા મારી યુવાનની ઘાતકી હત્યા

જૂનાગઢમાં 14 સેકન્ડમાં છરીનાં 11 ઘા મારી યુવાનની ઘાતકી હત્યા   28/03/2019

જૂનાગઢમાં જુની અદાવતમાં બુધવારે જાહેરમાં ખુની ખેલ ખેલાયો હતો. હત્યારાઓ ખુલ્લેઆમ હાથમાં છરી અને બંધુક જેવા હથિયાર લઇ પેટ્રોલ પુરાવા આવેલા બે યુવાનો પર તુટી પડ્યા હતા. જૂનાગઢનાં મહેબુબ હબીબ સુમરા (ઉ.વ.21) અને મોટાભાઇ એજાજ સુમરા એલસીબી સામે આવેલા પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવા આવ્યા હતા ત્યારે જમાલ જુસબ દલ તથા એક 16 વર્ષ અને બીજો 17 વર્ષનો તરૂણ તેમની પાછળ છરી તથા બંધુક લઇને અાવ્યા હતા.
 
મહેબુબ બાઇકની પાછળ બેઠો હતો ત્યારે ત્રણેય શખ્સોએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં મહેબુબનાં માથામાં છરી મારી દીધી હતી. તેમજ શરીરનાં અન્ય ભાગે પણ છરીનાં ઘા માર્યા હતા. 14 સેકન્ડની અંદર 11 જેટલા છરીનાં ઘા મારતા મહેબુબનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. તેમજ ફાયરીંગમાં પેટ્રોલ પુરાવવા આવેલા રીક્ષા ચાલક જીસાન હનીફ અમરેલીયાને પગમાં ગોળી લાગી હતી. આ ઘટના બની ત્યારે એલસીબીનાં ધર્મેશભાઇ વાઢેર તથા પ્રવિણભાઇ બાબરીયા અહીં પેટ્રોલ પુરાવતા હતા.
 
ઘટનાનાં પગલે બંને કર્મચારીઓએ હિંમત દાખવી હત્યારાઓ પાછળ દોટ મુકી હતી. ત્યાંજ એલસીબી ઓફિસમાંથી ડાયાભાઇ કરમટા અને દિવ્યેશભાઇ ડાભી દોડી આવ્યા હતા અને આ શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે જમાલ જુસબ દલ (ઉ.વ.19) તથા બે તરૂણની અટક કરી હતી. માત્ર ઘટનાની બે મિનીટ અંદર જ પોલીસે ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. જયારે એક શખ્સ ફરાર થઇ ગયો હતો. આ ઘટનાનાં પગલે પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવા આવેલા લોકો પર ભયનો માહોલ ફેલાયો હતો. તેમજ નાશભાગ મચી ગઇ હતી. ચારમાંથી ત્રણ શખ્સોની અટક કરી છે. જયારે ફરાર શખ્સને ઝડપી લેવા એસપી સૌરભ સિંઘનાં માર્ગદર્શનમાં એલસીબી પીઆઇ ગોહિલ અને સ્ટાફ જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.
 
મહેબુબ સાથે આવેલા મોટાભાઇ એજાજ સુમરાએ પેટ્રોલ પુરાવતી મહિલાનું પર્સ લઇ ફાયરીંગ કરનારનો સામનો કર્યો હતો. ફાયરીંગ કરે એ પહેલા તેને પર્સ મારી ભગાડી મુક્યો હતો.
જેની હત્યા થઇ છે તે મહેબુબ સુમરાએ 1 વર્ષ પહેલા જમાલ જુસબ દલ ઉપર હુમલો કર્યો હતો. જેમાં જમાલ કોમામાં જતો રહ્યો હતો. આ ઘટનાનું વેર વાળવા માટે બુધવારે 4 શખ્સોએ હુમલો કર્યો હતો અને મોત નિપજાવી બદલો લીધો હતો.
 
હત્યા કરવા આવેલા ચારેય શખ્સો હથિયારો સાથે ચાલીને પેટ્રોલપંપ પર પહોંચ્યા હતા અને પાછળથી ફાયરીંગ અને હુમલો કર્યો હતો.
મૃતક મહેબુબ સુમરા સહિત 3 ભાઇઓ છે જેમાં એક ભાઇ અન્ય ગુનામાં જેલમાં છે. જયારે મોટાભાઇ અને બંને એક સાથે પેટ્રોલ પુરાવવા આવ્યા હતા.
 
જૂનાગઢનાં ભારત મીલનાં ઢોરા વિસ્તારમાં વર્ષોથી બે જુથ વચ્ચે ડખ્ખો ચાલી રહ્યો છે. જેમાં અગાઉ પણ એક હત્યા થઇ હતી. સામસામી મારામારીની ઘટનાઓ અવાર-નવાર બની રહી છે.

Tags :