ડીસામાં લવ જેહાદ મામલે ધારાસભ્ય શશીકાન્ત પંડ્યાનો આક્રોશ કહ્યું વિધર્મીઓની વિકૃત હરકતોને સાંખી નહિ લેવાય

UF0pV3ukH6E
બનાસકાંઠા

ડીસામાં લવ જેહાદની ચોંકાવનારી ઘટનાના પર્દાફાશ બાદ શુક્રવારે સાંજે ડીસાના ધારાસભ્ય શશીકાન્ત પંડ્યા સહિત હિન્દુ સંગઠનના આગેવાનોએ ડીસા ઉત્તર પોલીસ મથકે ધસી જઇ આરોપીઓ સામે કડકમાં કડક કલમો સાથે ફરીયાદ નોંધાવી હતી. સુત્રોએ જણાવ્યુ હતુ કે, યુવતિ સાથે બનેલી ઘટના પરિવાર સહિત હિન્દુ સંગઠનના આગેવાનો સમક્ષ પ્રગટ થયા બાદ ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં લઘુમતી સમાજના યુવકો નામ બદલી હિન્દુ યુવતિઓને પ્રેમજાળમાં ફસાવી રહ્યા હોવાની વિગતો ખુલવા પામી છે ત્યારે આ મામલે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ શનિવારે ડીસા રેસ્ટ હાઉસમાં પ્રેશ કોંફરન્સ યોજી આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે લઘુમતીઓ દ્વારા ઇરાદાપૂર્વક ચલાવાતા ધર્મ પરિવર્તનના નેટવર્ક તેમજ વિધર્મીઓની વિકૃત હરકતોને કરાયેય ચલાવી નહિ લેવાય. હિન્દૂ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવી ધર્મ પરિવર્તન કરાવવાની વિધર્મીઓના  રાષ્ટ્રવ્યાપી કાવતરા સામે આક્રોશ ઠાલવી ધારાસભ્યએ ડીસા કોલેજ કેમ્પસમાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરતા તત્વો બાબતે પણ ગંભીર બની તેમના વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી હતી. ડીસા શહેરમાં લવ જેહાદની ઘટનો બાબતે ગંભીર બની ધારાસભ્યએ વાલીઓને પણ જાગૃત બનવા ટકોર કરી હતી. ડીસા કોલેજમાં એંસીસી ગ્રૂપમાં એડ થઈ હિંદુ યુવતીઓને ફસાવવાનુ ષડયંત્ર ઉજાગર થયું છે ત્યારે હોઇ કોલેજ પ્રશાસન સાથે બેઠક યોજી આ પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા પણ ધારાસભ્યએ તાકીદ કરી ઘણા લાંબા સમયથી મુસ્લિમ યુવકો ચોક્કસ હેતુસર અને પ્લાનથી હિંદુ યુવતીઓને ફસાવવાનુ ચલાવે છે અને આ રેકેટ માટે ગલ્ફ દેશો લાખો રૂપિયા આપી હિંદુ યુવતીઓને ફસાવવાનું ષડયંત્ર ચલાવી વિધર્મીઓને પ્રોત્સાહન આપતા હોવાનો આક્ષેપ કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે હિંદુરાષ્ટ્રમાં વિધર્મીઓની આવી ગુસ્તાખી સાંખી લેવાશે નહિ.
કોલેજ, ગરબા ટ્રેનિંગ,જીમમાં ઘૂસી વિધર્મીઓ હિંદુ યુવતીઓને ટાર્ગેટ બનાવામાંઆવી રહ્યા હોઈ હિંદુ સમાજને જાગ્રૂત બનવા અને  વિધર્મીઓ બેફામ બનતા અટકાવવા પણ તેમણે જણાવ્યું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.