ભાભર વિસ્તારમાંની વેજપુર બ્રાન્ચ કેનાલમાંથી અજાણ્યા યુવાનની લાશ મળતાં ચકચાર

ભાભર તાલુકા વિસ્તાર માંથી પસાર થતી વેજપુર બ્રાન્ચ કેનાલમાંથી અજાણ્યા યુવાનની તરતી લાશ જાવા મળતા ચકચાર મચી છે. 
ભાભર તાલુકાના હરકુડીયા અને લાલપુરાની સીમમાંથી પસાર થતી વેજપુર બ્રાન્ચ કેનાલના ગેટ પાસે તરીને લાશ આવતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. કોઈક અજાણ્યા યુવાનની લાશ હોવાથી લોકો અનેક તર્ક- વિતર્કની ચર્ચાઓ કરતા હતા. આ અજાણ્યો યુવાન કોણ હશે?? કયા ગામનો હશે? કેવી રીતે ડૂબ્યો હશે? તેવી ચર્ચાઓ થઈ રહી છે. આ ગેટ ઉપર ફરજ બજાવતા ગેટમેને પોલીસને જાણ કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.