પાટણ જિલ્લાના ૫૦૦થી વધુ ગામોમાં સ્વચ્છતા અને શ્રમદાન ઝુંબેશનો પ્રારંભ

 પાટણ : પાટણ જિલ્લામાં ૧ જુન થી ૧૫ જુન સુધી ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારેસ્વચ્છતા અને શ્રમદાન ઝુંબેશ દ્વારા જિલ્લાના ૫૦૦થી વધુ ગામોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. આગામી ચોમાસા પહેલા જિલ્લા તંત્ર દ્વારા લોક ભાગીદારીથી સ્વચ્છતા અભિયાન હાથ ધરી ગામડાઓને ગંદકીથી મુક્ત કરી સ્વચ્છ બનાવવા શ્રમદાન ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નિયમાકશ્રી, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોની સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાશે.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓમાં સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૧૮ પ્રતિયોગીતામાં પાટણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ અને સમગ્ર દેશમાં ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને તે બદલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો ત્યારે આ વર્ષે પણ જિલ્લા તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. ઉકરડા, ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય નિકાલ, વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ઉપરાંત શાળાઓ, આંગણવાડીઓ, પંચાયત ઘર, બસ સ્ટેન્ડ તેમજ ગામના ગલી-મહોલ્લા સહિતના જાહેર સ્થળોએ શ્રમદાન દ્વારા લોકભાગીદારીથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
સાથે સાથે દરેક ગામોમાં રાત્રી સભાઓનું તેમજ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં લોકો શૌચાલયોનો ઉપયોગ કરે તેમજ કચરો કચરા પેટીમાં નાખે,જાહેર સ્થળો પર ગંદકી ના કરે ઉપરાંત જિલ્લા કક્ષાએથી તમામ સરકારી કચેરીઓમાં, તાલુકા કક્ષાની સરકારી કચેરીઓ તેમજ ગ્રામ કક્ષાએ પંચાયત ઘર,સહિતના જાહેર સ્થળોએસમયાંતરે સ્વચ્છતા થાય તે માટે જાગૃતિ ફેલાવવાનું કામ આ ઝુંબેશ દરમિયાન કરવામાં આવશે.
 આ ઝુંબેશમાં પશુ આરોગ્ય કેમ્પ તેમજ પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરવું તેમજ ચોમાસાને ધ્યાનમાં રાખીને  આરોગ્યને લગતા કેમ્પનું આયોજન પણ ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવનાર છે. સ્વચ્છતા ઝુંબેશના સફળ અમલીકરણ માટે તાલુકા કક્ષાએ વર્કશોપની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.
જિલ્લાના ૫૦૦થી વધુ ગામોમાં ૧ જુનથી ૧૫ જુન સુધી હાથ ધરવામાં આવનાર સ્વચ્છતા અને શ્રમદાન ઝુંબેશમાં જિલ્લા વિકાસ અધિકારી નિયમાક, સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)ના અધિકારી, તાલુકા વિકાસ અધિકારીઓ, આરોગ્ય, શિક્ષણ, આઈ.સી.ડી.એસ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ-કમર્ચારીઓ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએથી સરપંચશ્રીઓ, સ્વચ્છતા અને આરોગ્ય સમિતિના સભ્યો, શાળાના આચાયો, આંગણવાડી કાર્યકરો, આશા વર્કર્સ સ્વચ્છતા ઝુંબેશને સફળ બનાવવા તેમના શ્રમદાન થકી ફાળો આપશે.
સ્વચ્છતા ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત પ્રથમ દિવસે પાટણ તાલુકાના બાલીસણા, સરસ્વતી તાલુકાના સાગોડીયા, સિદ્ધપુર તાલુકાના કાકોશી, ચાણસ્મા તાલુકાના રેલવેપુરા, હારીજ તાલુકાના રોડા, સમી તાલુકાના દાદકા, રાધનપુર તાલુકાના ધરવડી, સાંતલપુર તાલુકાના વારાહી તથા શંખેશ્વર ખાતેથી સ્વચ્છતા અને શ્રમદાન ઝુંબેશ લોન્ચ કરવામાં આવશે. તમામ ગ્રામજનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધાર્મિક મંડળો, સ્વૈચ્છીક સંસ્થાઓ, ગામના યુવક મંડળો, ગ્રામકક્ષાએ કામ કરતા તમામ 
કર્માચારીઓ તથા સ્વચ્છતાગ્રહીઓને આ ઝુંબેશમાં શ્રમદાન થકી ભાગ લેવા જિલ્લા તંત્ર દ્વારા આહ્વાહન કરવામાં આવ્યુ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.