02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / આગાહી: ગુજરાતમાં 12 જૂનએ વાયુ નામના વાવાઝોડાનો ખતરો

આગાહી: ગુજરાતમાં 12 જૂનએ વાયુ નામના વાવાઝોડાનો ખતરો   10/06/2019

સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12થી 14 જૂન દરમિયાન વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમથી રાજ્યભરમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વાવાઝોડાને ‘વાયુ’ નામ આપવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું 12મી જૂનના મોડી સાંજે ત્રાટકી શકે છે. જેથી કચ્છથી સૌરાષ્ટ્ર અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 કિમીની ઝડપથી પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અસરગ્રસ્ત વિસ્તારો માટે NDRFની ટીમો રવાના કરી દેવામાં આવી છે. જે આવતીકાલથી તૈનાત કરી દેવામાં આવશે. પ્રવાસીઓ બીચ પર ન જાય તેવી સૂચના પણ આપવામાં આવી છે.
 
સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે ઈમરજન્સી બેઠક: ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે મહેસુલ વિભાગના મુખ્ય અધિક સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં સાયક્લોન વાવાઝોડાના પગલે ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં NDRF, SDRF, ડિઝાસ્ટર મેનેજમેન્ટઅને ઈસરોના અધિકારી પણ જોડાયા હતા. સાયક્લોન વાવાઝોડાથી કોઈ ઘટના બને તો તેના માટે સક્ષમ રીતે સામનો કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી છે. પંકજ કુમારે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની ટીમો રવાના કરી દેવામાં આવી છે. 12મી જૂનના સાંજથી ગુજરાતમાં સાયક્લોન ત્રાટકશે અને 14મી સુધી તેની અસર રહેશે. દીવ, સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, જામનગર, રાજકોટ અને કચ્છમાં તે ગંભીર અસર કરે તેવી સંભાવના છે.
 
વાવાઝોડાથી ચોમાસું મોડુ શરૂ થશે: અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ છે. જેથી 6 કલાકમાં ભારે સિસ્ટમમાં પરિવર્તિત થઈ રહી છે. તેના 24 કલાકમાં હાલ આ સિસ્ટમ સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે. હાલ આ સિસ્ટમ વેરાવળથી 930 કિમી દુર છે. રાજ્યના તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડાના પગલે ગુજરાતમાં ચોમાસાનું શેડ્યુલ ખોરવાશે. રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું જૂલાઈ મહિનાથી શરૂ થાય તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.
 
વરસાદ માપણી માટે સોફ્ટવેર: રાજ્ય સરકાર દ્વારા વરસાદ માપણી માટેનું એક સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે. જેથી વરસાદની માપણીનું સીધુ ટેલિકાસ્ટ થશે. આ સોફ્ટવેર પૂર અને બચાવ કામગીરીમાં મદદરૂપ સાબિત થશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હવામાન વિભાગ, NDRF અને ઈસરોને તેની તાત્કાલિક માહિતી મળતી રહેશે.
 
કચ્છ-સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરનું સિગ્નલ: ‘વાયુ’ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેથી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 કિમીની ઝડપે પવન અને વાવાઝોડુ ત્રાટકવાનું છે. જેથી ફિશરીઝ વિભાગ દ્વારા 12થી 14 જૂન દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો દરિયાકાંઠાના આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા માટે જાણ કરાઈ છે. તેમજ આવતીકાલે NDRFની ટીમો તૈનાત કરવામાં આવશે. કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બંદરો પર એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. કેટલાંક વિસ્તારોમાં પાંચ-સાત ઇંચ જેટલો ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.

Tags :