કુવાણા પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓના સરળ અભ્યાસ માટે એપ બનાવી

 
 
 
 
 
                             લાખણી તાલુકાના કુવાણા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકે શાળામાં શિક્ષકોને વહીવટી કામમાં તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં સરળતા રહે તેમજ સહેલાઈથી શીખી શકાય તે માટે ડાઉનલોડ કર્યા વગર ઓનલાઇન પ્લે કરી શકાય તેવી માય સ્કુલ એપ અને ચિલ્ડ્રન એપ ફક્ત ૪.૫૦ એમ.બી.ની સાઇઝમાં બનાવતા સમગ્ર શિક્ષણ જગતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે.
મૂળ લાખણી ના વતની અને લાખણી તાલુકાના કુવાણા ગામની પ્રાથમિક શાળામાં સી.પેડ શિક્ષક તરીકે ફરજ બજાવતા ગીરીશભાઇ ચૌધરીને ડિજિટલ ટેક્નોલોજીમાં રસ હોવાના કારણે તેઓ ટેક્નોલોજી ક્ષેત્રે અનેક વખત ડાયટ તેમજ જિલ્લા પંચાયતમાં પણ મદદગાર થતા રહે છે. જેઓને હાલના જમાનામાં બાળકોને એન્ડ્રોઈડ મોબાઈલમાં રસ વધુ હોવાનું ધ્યાને આવતા બાળકોને તેમને ગમતી વસ્તુ માંથી જ શિક્ષણ મળી રહે તેમજ શિક્ષકોને શાળાનુ વહીવટી કામ જેવું કે ઓનલાઇન હાજરી, શિષ્યવૃતિ, ગુણોત્સવ, મધ્યાહન ભોજન હાજરી,શિક્ષક આવૃત્તિ વગેરે માં સરળતા રહે તે માટે માય સ્કુલ એપ તેમજ ચિલ્ડ્રન એપ બનાવી તેમજ આ એપની સાઇઝ માત્ર ૪.૫૦ એમ.બી. તથા શિક્ષણને ઉપયોગી વસ્તુઓ ડાઉનલોડ કર્યા વગર પ્લે કરી શકાતી હોવાથી તેમજ માઇન્ડ ફ્રેશ માટે આ એપ્લિકેશન દ્વારા ભારત ના કોઈપણ રેડિયો સ્ટેશન ઉપર સંગીત પણ સાંભળી શકાતું અને મોબાઇલમાં મેમરી પણ ઓછી વપરાતી હોવાથી આ એપ્લિકેશનને શિક્ષણ વિભાગમાં ભારે કુતુહલ સાથે ડાઉનલોડ કરી રહ્યા છે. તેમજ છેલ્લા દસ દિવસમાં ૧૭૩૦૦ લોકોએ આ એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.