મોડાસામાં કોર્ટ કર્મચારીના પુત્રએ કપાળના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરની માલપુર રોડ પર આવેલી નાલંદા-૧ સોસાયટીમાં બપોરના સુમારે મોડાસા કોર્ટમાં ફરજબજાવતા કર્મચારીના પુત્રએ અગમ્ય કારણોસર ધાબા પર ચઢી લમણાં ના ભાગે બંદૂકની ગોળી મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી ગોળીનો અવાજ સાંભળી સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા પુત્રએ બંદૂકની ગોળી મારી આત્મહત્યા કરી હોવાની જાણ પિતાને થતા ઘરે દોડી આવ્યા હતા અને આક્રંદ કરી મુકતા વાતાવરણ ગમગીની છવાઈ હતી મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતક યુવકની લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 
મૃતક યુવક હેમરાજ સિંહ રાઠોડ આત્મહત્યા કરતા પૂર્વે વોટ્સએપ માં “મીસ યુ મોમ એન્ડ ડેડ...લવ યુ સો મચ” અને “મીસ યુ ઓલ ડીયર ફ્રેન્ડ્સ” ના સ્ટેટ્સ અપલોડ કરી આત્મહત્યા કરી લેતા મિત્ર વર્તુળ અને સગા-સંબંધીઓને પણ આંચકો લાગ્યો હતો મિલનસાર સ્વભાવ ધરાવતા હેમરાજસિંહે બંદૂકની ગોળી વડે આત્મહત્યા કરી લેતા આત્મહત્યા કયા કારણોસર કરી તે અંગે અનેક રહસ્યો ઘૂંટાયા હતા.
 
પ્રાપ્ત માહિતી મુજબ,મોડાસા કોર્ટમાં ફરજબજાવતા અને માલપુર તાલુકાના વાવડી ગામના દશરથ સિંહ રાઠોડ ના ઘરે લગ્ન ૧૨ વર્ષ પછી પારણું બંધાયું હતું અને પુત્ર રત્નની પ્રાપ્ત થઈ હતી ખુશખુશાલ પરિવારમાં હેમરાજસિંહ યુવાન થતા પિતાએ પુત્રની ઈચ્છા મુજબ માલપુર ખાતે એક વર્ષ અગાઉ ભવનાથ મેડિકલ નામની દુકાન કરી આપી હતી હેમરાજ સિંહે મંગળવારે રાત્રીના સુમારે તેના પિતા દસરથસિંહ ને છાતીમાં દુખાવો ઉપડતા મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી હતી પિતાને છાતીમાં થયેલ દુખાવો સામાન્ય હોવાનું તબીબે જણાવતા બુધવારે બપોરે ૧૧ વાગ્યા સુધી ખુશખુશાલ લગતા હેમરાજસિંહે તેના ગણતરીના કલાકોમાં બપોરે બીમાર માતા નીચેના રૂમ હતા ત્યારે  અગમ્ય કારણોસર બે મજલાના મકાનના ધાબે ચઢી બંદૂક વડે કપાળના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી હેમરાજસિંહે આત્મહત્યા કરી લેતા મોડાસા કોર્ટમાં ફરજ બજાવતા જજ, કર્મચારીઓ અને મોટીસંખ્યામાં વકીલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાના પગલે મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.