02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પત્નીએ હસીને કરી વાત તો પતિએ શાકભાજી વેચતાં ફેરિયાનું ગાળું કાપી કરી લીધી હત્યા

પત્નીએ હસીને કરી વાત તો પતિએ શાકભાજી વેચતાં ફેરિયાનું ગાળું કાપી કરી લીધી હત્યા   18/01/2019

શાકભાજી વેચનાર લારીવાળાનો અવાજ સાંભળીને એક મહિલા બહાર નીકળી. પતિએ જોયું કે તેની પત્ની અને શાકભાજીવાળો હંસીને વાતો કરી રહ્યાં છે. આ જોઇને પતિ ગુસ્સે ભરાયો અને શાકભાજીવાળાની ગરદન ઉડાવી દીધી.
 
ઘટના રાજસ્થાનના રાજસમંદ જિલ્લાની છે. અહીં એક ચોંકાવી દેતી ઘટના બની છે. અહીં રહેનાર એક પતિએ એક શાકભાજીવાળાની માત્ર એટલા માટે હત્યા કરી દીધી કે તે તેમની પત્ની સાથે હસીને વાત કરતો હતો.
 
રાજસ્થાનના એક ગામમાં 27 વર્ષિય નૈના સિંહે 48 વર્ષિય શાકભાજી વેચનાર ફેરિયા લક્ષ્મણ સિંહની હત્યા કરી દીધી. આ શાકભાજી વેચનારનો દોષ માત્ર એટલો જ હતો કે તેમણે તેમની પત્ની સાથે હસીને વાત કરી હતી. પોલીસે હત્યાના આરોપમાં નૈના સિંહની ધરપકડ કરી લીધી છે.પુરાવા મેળવવા માટે પોલીસે એફએસએલ ટીમ અને ડોગ સ્કોવર્ડને બોલાવી હતી.
 
પોલીસે જણાવ્યા અનુસાર, આરોપી નૈના સિંહની ધરપકડ કરી લેવાઇ છે. નૈના સિંહે રવિવારે મોડી સાંજે કાલાદેહમાં રહેનાર લક્ષ્મણ સિંહની હત્યા કરી દીધી હતી. લક્ષ્મણ સિંહ શાકભાજી વેચતો હતો. લક્ષ્મણલસિંહે આરોપીના ઘર પાસે પહોંચીને શાકભાજી માટે બૂમ પાડી હતી. આ સમયે પત્ની બહાર આવી અને પત્ની સાથે લક્ષ્મણ સિંહ હસીને વાત કરતો હતો. બસ માત્ર આટલું હતું કે શંકાશીલ પતિ ગુસ્સે ભરાયો અને લક્ષ્મણ સિંહની હત્યા કરી દીધી. તેમણે પહેલો વાર ચાકૂ વડે કાનની પાસે કર્યો હતો અને બીજો વાર કરીને માથું ધડથી અલગ કરી દીધું હતું.
 
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપી શંકાશીલ સ્વભાવનો હતો. આરોપી પતિને તેમના ઘરે કોઇ આવે અને પત્ની સાથે વાતચીત કરે તે પણ પસંદ ન હતું. તેનો સ્વભાવ ચીડિયો હતો. શાકભાજી વેચનાર લક્ષ્મણ સિંહની વાત કરવાની ઘટનાથી તે નારાજ હતો અને આવેગમાં આવીને હત્યા કરી દીધી. રવિવાર સાંજે એસપી ભૂષણ યાદવની મધ્યસ્થતામાં વાત કરીને મંગળવારે બોડી પીએમ બાદ પરિવારજનોને સોંપી દીધી. આ સનસનીખેજ મામલો રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના થાનેટાનો છે.

Tags :