થરાની સાંઇ ટાઉનશીપ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા ત્રણ મકાનોમાં હાથ ફેરો

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં દિયોદર ત્રણ રસ્તા પાસે આવેલ સાંઇ ટાઉનશિપ સોસાયટીમાં સૌ પ્રથમવાર નિશાચરો ત્રણ મકાનોના તાંળા તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઇ પલાયન થતાં સોસાયટીના રહીશોમાં ફફડાટ.
પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં નેશનલ હાઇવે સ્થિત આવેલ સાંઇ ટાઉનશિપ સોસાયટીમાં પરીવાર સાથે વસવાટ કરતાં( ૧)ઝાલા પૃથ્વીરાજસિંહ ખોડુભા કટોસણ, તા.જોટાણા, જી.મહેસાણા(૨)ઠક્કર કિશોરભાઇ જીવરામભાઇ (દલાલ) થરા,તા.કાંકરેજને ત્યાં મંગળવારની રાત્રીએ તસ્કરો ચોરી કરીને  પૃથ્વીરાજસિંહ ઝાલાના ઘરેથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ-૧,૩૩,૦૦૦ તથા ઠકકર કિશોરભાઇને ત્યાંથી રોકડ રકમ ૫૯,૦૦૦ રુપિયા તેમ મળી કુલ ૧,૯૨,૦૦૦ ની ચોરી કરી તસ્કરો રફુચકકર થઇ ગયેલ.ઝાલા પૃથ્વીરાજસિંહ ખોડુભા પોતાના સસરાને ત્યાં જન્માષ્ટમી નિમિતે મહેમા નગતી કરવા ગયેલ વહેલી સવારે પાંચ કલાકે તેમના બાળકોને ટ્યુશન મુકવા માટે ધેર આવેલ ધરનુ તાળું ખોલવા જતાં મકાનનો નકોચો તુટેલો જોતાં તેમના સસરાને જાણ કરી તેમના સસરા તાબડતોડ આવી પહોચેલ તુરંત થરા પોલીસને જાણ કરતાંથરા પોલીસ ધટનાસ્થળે આવી પહોચેંલ તપાસ કરતાં જાણવા મળ્યુ.ઝાલા પૃથ્વીરાજસિંહ ખોડુભા કટોસણવાળાની ફરીયાદના આધારે ફ.ગુ.ના.રજી.નં. ૫૩/૧૮ આઇ.પી.સી.કલમ ૪૫૭/૩૮૦ ધરફોડ ગુનો નોધીં આગળની તપાસ થરા પી. એસ.આઇ. ચલાવી રહ્યા છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.