ભાભર નજીક રેતના ડમ્પરે બાઇકને ટક્કર મારતાં એકનું મોત : બે ઘાયલ

ભાભર : ભાભર નજીક આજ રોજ  સાંજે ભાભર થી  તનવાડ રોડ પર બેડા નજીક પોતાના ઘરે  ભાભર થી   તનવાડ જઈ રહેલ બાઈક સવાર જેઓને પાછળથી ડમ્પર દ્વારા ટક્કર મારતા ઘટનાસ્થળ પર ઠાકોર મુકેશજી કેવાજી રહે.તનવાડ  વાળાનું ઘટનાસ્થળ ઉપર મોત થયેલ છે. અકસ્માત માં બે ઈસમો શૈલેષજી ભાવાજી ઠાકોર રહે રૂવેલ.ટીનાજી વેલાજી ઠાકોર  રહે  તનવાડ વાળા ને ગંભીર ઇજાઓ થતા ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર  સારવાર લઇ પાટણ જનતા હોસ્પિટલમાં રીફર કરેલ છે. ડમ્પર ચાલક અકસ્માત કરી ડમ્પર સ્થળ પર મૂકી ડ્રાઇવર ફરાર થઈ ગયેલ છે.મૃતકની લાશ ભાભર ષ્ઠરષ્ઠ લાવી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અકસ્માત ના સમાચાર મળતાં ઠાકોર સમાજ ના લોકો ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર દોડી આવ્યા હતા.તનવાડ ગામના સરપંચ રઘુભાઈ ઠાકોરે જણાવેલ કે ડંપર ચાલક દવારા બાઇક ને પાછળ થી ટક્કર મારતા બાઇક પર  પોતાના ઘેર જઈ રહેલ   મૂકેશજી કેવાજી ના મોત થી દુઃખદ ઘટના બની છે.  ગામ ના યુવાન નું મોત થતાં ગામ માં શોક ની લાગણી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.