યુવતીએ વાત કરવાની ના પાડી તો એલએલબીના વિદ્યાર્થીએ તેના મિત્રો સાથે મળીને યુવતીને કિડનેપ કરી લીધી. 2 કલાક સુધી યુવતીને કારમાં ફેરવતો રહ્યો. આરોપી યુવકે યુવતીના મોં પર પણ વાર કર્યાં હતા. યુવતી બેભાન થઇ ગઈ તો આરોપી યુવકે તેને મોં પણ પાણી નાખીને તેને ભાનમાં લાવીને ફરી તેના પર વાર કર્યાં. આખરે યુવતી જેમતેમ કરીને કારમાંથી ભાગી અને મદદ માંગી. જો કે યુવકે તેને માર મારીને ફરી જબરદસ્તી ગાડીમાં બેસાડી દીધી. યુવતીએ કોઇપણ રીતે ફોન કરીને તેના ફ્રેન્ડસને ઘટનાસ્થળે બોલાવ્યા આ સમય દરમિયાન યુવતી ફરીવાર બેભાન થઇ જતાં અને તેની હાલત વધુ બગડતા આરોપી યુવકે તેને રસ્તામાં જ ફેંકી દીધી. મિત્રોની મદદથી યુવતી ઘર પર પહોંચી. તેની હાલત ખરાબ હોવાથી ફેમિલિએ તેને હોસ્પિટલમાં દાખલ કરી. જો કે આટલું બધું ઘટી ગયા બાદ પણ ફરાર આરોપી ફોન કરીને પીડિતાના પરિવારને ધમકાવી રહ્યો છે.
જાણકારી મુજબ આરોપી યુવક ગુરવીર સિંહ સહારનપુરથી એલએલબી કરી રહ્યો છે. 19 વર્ષિય પીડિતા ઇસ્ટીટ્યૂટથી કોર્સ કરી રહ્યી છે. તેઓ 11 અને 12માં સાથે ભણી રહ્યાં હતા. આ દરમિયાન બંનેની ઓળખ થઇ. 2017માં બંનેનો અભ્યાસ પૂર્ણ થયા બાદ ક્યારેક-ક્યારેક વાતચીત થતી હતી. જો કે આરોપીની હરકતોને કારણે યુવતીએ બે મહિનાથી વાત કરવાનું બંધ કરી દીધું હતું.
પીડિતાએ જણાવ્યું કે "આરોપી જ્યારે કાર લોધી ક્લબ રોડ પર લઈ ગયો તો તે ચાલતી કારમાં કોઈ પણ રીતે નીચે ઉતરી અને પછી તે ભાગવા લાગી. તે રસ્તા પર વળાંકે ઉભેલા કેટલાક લોકોની મદદ માટે બૂમો પણ પાડવા લાગી. જો કે પોલીસ સહિત કોઈએ ધ્યાન ન આપ્યું. અંતે આરોપી ત્યાં સુધીમાં પહોંચી ગયો અને મને ખેંચીને લઈ ગયો"
પીડિતાના પિતાએ જ્યારે આરોપી યુવકના ઘરે ફોન કરીને યુવકની હરકતની ફરિયાદ કરી તો આરોપીના પિતાએ જણાવ્યું કે, તે થોડો પાગલ છે.આજકાલના સંતાન ક્યાં કશું જ સમજે છે. તમે એને માફ કરી દો અને સમાધાન કરી લેવાનું પણ દબાણ કર્યું. મંગળવારે પોલીસ આરોપીના ઘરે પહોંચી તો પિતાએ જણાવ્યું કે દીકરાને બહાર મોકલી દીધો છે.
પીડિતાએ જણાવ્યું કે, આરોપી ફોન કરીને બ્લેક લિસ્ટમાં નાખી દીધા હતા. પરંતુ તે જુદા-જુદા નંબરથી કોલ કરીને ધમકાવતો હતો. પીડિતાએ જણાવ્યું કે, ઘટના બાદ આરોપી યુવક મારી ઘરે ફોન કરીને મારા પરિવારજનોને પણ મારી નાખવાની ધમકી આપતો હતો.
Tags :