સર્વે / ક્રિકેટઘેલા ભારતમાં ૩૨.૩% યુવાઓ ફૂટબોલર બનવા માગે છે, લોકપ્રિયતા ૬ વર્ષમાં ૧૩૭% વધી

મુંબઇઃ ક્રિકેટને દીવાનગીની હદ સુધી ચાહતા ભારતમાં હવે ફૂટબોલનો ક્રેઝ વધી રહ્યો છે. દેશમાં ફૂટબોલ ક્રાંતિ લાવવાનું શ્રેય ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ને જાય છે, જેની શરૂઆત વર્ષ ૨૦૧૪માં થઇ હતી. યૂગવ સ્પોર્ટ્સ ઇન્ડેક્સના રિસર્ચમાં સામે આવ્યું છે કે ૨૦૧૯માં દેશમાં ૬૪ ટકાથી વધુ યુવાઓને ફૂટબોલમાં રુચિ રહી. વર્ષ ૨૦૧૩માં આ આંકડો ૨૭ ટકા જ હતો. મતલબ કે આઇએસએલ આવ્યા બાદ ફૂટબોલની લોકપ્રિયતા ૧૩૭ ટકા વધી છે.છેલ્લા ૬ વર્ષમાં ક્રિકેટ ભલે નંબર ૧ રમત તરીકે યથાવત હોય પણ ફૂટબોલ બીજા ક્રમની સૌથી લોકપ્રિય રમત બની ચૂકી છે. દેશના ૩૨.૩ ટકા શહેરી યુવાઓ હવે ફૂટબોલર બનવા માગે છે. જોકે, ક્રિકેટર તરીકે કરિયર બનાવતા યુવાઓ હજુ પણ સૌથી વધુ ૪૧.૧ ટકા છે. બાર્ક (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ)ના જણાવ્યાનુસાર ૨૦૧૮માં ટીવી પર ૨૭ કરોડ લોકોએ આઇએસએલ જોઇ જ્યારે રશિયામાં ફીફા વર્લ્ડ કપ ૧૧.૧ કરોડ લોકોએ જોયો હતો. આઇએસએલની છઠ્ઠી સિઝનમાં દર્શકોમાં વૃદ્ધિ ૧૫.૩૬ ટકા રહી. અહીં મોટું માર્કેટ દેખાઇ રહ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.