02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / અમીરગઢ નજીક દારૂ પકડવા ગયેલી પોલીસની ગાડીની લૂંટ :પોલીસ કર્મીઓને ગંભીર ઇજાઓ

અમીરગઢ નજીક દારૂ પકડવા ગયેલી પોલીસની ગાડીની લૂંટ :પોલીસ કર્મીઓને ગંભીર ઇજાઓ   09/02/2019

 
 
 
 
            બનાસકાંઠાના અમીરગઢ નજીક ગુરૂવારે સાંજે દારૂ ભરેલી સ્વીફટ કારને ઝડપી લેવા ગયેલી પોલીસની આંખમાં સ્પ્રે છાંટી પોલીસની ખાનગી ગાડીને જ લૂંટી લેવાઇ હોવાની ચોંકાવનારી ઘટના બનતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.બુટલેગરોએ સ્પ્રે વડે કરેલા આ હુમલામાં બે પોલીસ કર્મીઓને આંખમાં ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી છે. આ ચકચારી ઘટનાની વિગતો કઇક એવી છે કે, રાજસ્થાનથી ઠલવાતાં દારૂના જથ્થાની હેરાફેરી અટકાવવા બનાસકાંઠાનું પોલીસ તંત્ર સક્રિયતાની પ્રતીતિ કરાવી રહ્યું છે. જા કે, ક્યારેક પોલીસને પણ બુટલેગરોની દાદાગીરીનો ભોગ બનવું પડે છે. બનાસકાંઠામાં બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલાની ટૂંકા ગાળામાં જ વધુ એક  ઘટના બની છે. 

Tags :