02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન અને બીજું કોંગ્રેસ કાર્યાલયમાં માતમ જોવા મળ્યો હતા : અમિત શાહ

એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન અને બીજું કોંગ્રેસ કાર્યાલયમાં માતમ જોવા મળ્યો હતા : અમિત શાહ   15/04/2019

બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા પરબતભાઇ પટેલ આ બેઠક માટે દિવસેને દિવસે મજબૂત સ્થિતિમાં પહોંચી રહ્યા છે ત્યારે પરબતભાઇ પટેલ માટે ચૂંટણી પ્રચાર માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ડીસા ખાતે પહોંચ્યા હતા. ડીસા પહોંચ્યા બાદ અમિત શાહે ડીસા શહેરમાં રોડ શો યોજ્યો હતો અને ત્યારબાદ શહેરના રિસાલા વિસ્તારમાં પહોંચી વિશાળ જાહેર સભાને સંબોધી હતી. 
 
ચૂંટણીની રણનીતિ રચવામાં માહેર એવા અમિત શાહને ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે ત્યારે ડીસા શહેરના હાર્દ સમાં રિસાલા વિસ્તારમાં અમિત શાહની જાહેર સભામાં વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો ઉમટી પડ્‌યા હતા.આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પોતાના વક્તવ્યની શરૂઆતમાંમાં અંબાને નમન કરી શરૂ કરી હતી. શહેર આજે તેમના વક્તવ્ય દરમયન જણાવ્યુ હતું કે સાડા ત્રણ માહિનામાં તેમણે ભારતની કુલ ૨૪૨ લોકસભા બેઠક પર પ્રવાસ કર્યો છે અને તમામ બેઠકો પર મોદી મોદીની ગુંજ સાંભળવા મળી છે. જ્યારે બીજી તરફ વિપક્ષમાં કોઈ નેતા જોવા જ મળતા નથી.અમિત શાહે આજે ડીસામાં જાહેર સભા દરમ્યાન વિપક્ષ પર પ્રહાર કરતાં રમૂજી અંદાજમાં જણાવ્યુ હતું કે જો વિપક્ષની સરકાર બનશે તો સરકાર ક્યાં વારે કોણ ચલાવશે તેના પર પણ ટિપ્પણી કરી હતી.વર્તમાન સમયમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારને ઘેરવા માટે ગરીબીનો મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવી રહ્યો છે તેના જવાબમાં અમિત શાહે જણાવ્યુ હતું કે કોંગ્રેસની ચાર પેઢી દ્વારા ગરીબી હટાવવાની વાતો કરવામાં આવી ર છે તેમ છતાં ગરીબી હટાવી નથી શક્યા. બીજી તરફ આજે ડીસામાં અમિત શાહે જાહેર સભાને સંબોધતી વખતે મોદી સરકારની સિધ્ધિઓનું વર્ણન કરતાં જણાવ્યુ હતું મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં દેશના નાગરિકોને આપેલા લાભો વિષે જણાવ્યુ હતું.અમિત શાહે ડીસામાં જાહેર સભા સંબોધતી વખતે પુલવામાં હુમલા પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ  હતું કે પુલવામાં એટેક બાદ સમગ્ર દેશમાં રોષ હતો અને દેશનો દરેક નાગરિક તેનો બદલો લેવાની ઈચ્છા ધરાવતો હતો. તેવા સમયે હિંદુસ્તાને એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા સમગ્ર ભારતમાં ખુશી હતી પરંતુ એક પાકિસ્તાન અને બીજું કોંગ્રેસ કાર્યાલયમાં માતમ જોવા મળ્યો હતો.સાથે સાથે અમિત શાહે જણાવ્યુ હતું કે યુ.પી.એ. સરકારના શાસનમાં આતંકવાદીઓ દ્વારા હેમરાજનું માથું વાઢિને લઈ ગયા હતા તે આજે પણ પોતાને યાદ છે. કોંગ્રેસ દ્વારા તેના મેનિફેસ્ટોમાં કરવામાં આવેલી જાહેરાત પર અમિત શાહે ટીકા કરતાં જણાવ્યુ હતું કે કોંગ્રેસના મેનિફેસ્ટોને લીધે જ કશ્મીરના ઉમર અબ્દુલ્લા કશ્મીરમાં અલગ પ્રધાનમંત્રીની માંગ કરી રહ્યા છે. અને ઉમર અબ્દુલ્લાના આ નિવેદન અંગે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા જાણવાનો કરવામાં આવી રહેલા પ્રયાસ અંગે રાહુલ ગાંધી મૌન સેવી રહ્યા છે અને તેમનું સ્ટેન્ડ જાહેર કરતાં નથી. આ ઉપરાંત અમિત શાહે જણાવ્યુ હતું કે પોતે સરકારમાં નહીં હોય તો પણ રાહુલ ગાંધીની ટુકડે ટુકડે ગેંગને છાવરવા માટે દેશ દ્રોહના કાનૂનને નાબૂદ કરવાની વાત કરવામાં આવી છે તે નહિ થવા દઈએ. અમિત શાહે સભા પૂર્ણ કરતી વખતે જણાવ્યુ હતું કે આગામી લોકસભાની ચુંટણીમાં જ્યારે અમે મત માંગવા આવીશું ત્યારે ભારત દેશ મહાસત્તા બની ચૂક્યો હશે.
 
ડીસા ખાતે સભા સંબોધવા આવેલા અમિતભાઈ શાહનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરાયા બાદ તેઓએ રોડ શો યોજી સભા સ્થળે પહોંચ્યા બાદ સભાને સંબોધન કર્યું હતું.આ સભામાં ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્‌યા સહિત જિલ્લા ભરના ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો તેમજ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સભાને નોંધપાત્ર સફળતા સાંપડતા ભાજપ છાવણીનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો.

Tags :