મહેસાણાઃ બ્લેકમેલીંગ કરી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

મહેસાણા તાલુકાની એક સગીરાને દેલોલી ગામમાં રહેતા યુવકે બળાત્કાર ગુજારતા હોહા મચી જવા પામી છે. અભ્યાસ કરતી સગીરા પોતાના મિત્ર સાથે ફોનમાં વાતો કરતી હતી. જે બાબતની આરોપીને જાણ થતાં પિતાને જણાવી દેવાની ધમકી આપતો હતો. હવસ સંતોષવા સગીરાને ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે સાંથલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
 
સાંથલ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર 15 વર્ષની એક સગીરા મિત્ર યુવક સાથે મિત્રતા સંબંધ હોઈ અવાર-નવાર વાતચીત થતી હતી. જેની જાણ દેલોલીના પિયુષ કાન્તીભાઈ પટેલને થઈ હતી. આથી આરોપી પિયુષે સગીરાને ધમકી આપતો હતો કે તારા પિતાને યુવક સાથે વાતચીત કરવાની જાણ કરી દઈશ. આમ આરોપીએ સગીરાને બ્લેકમેલ કરી પોતાના ઘરે બોલાવી હતી. આમ બે વાર આરોપીએ પોતાના ઘરે જ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ એક વખત સગીરાના ઘરે જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના અંગે સગીરાએ સાંથલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવક વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.