02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતનો બફાટ,‘ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાય છે’, ભાજપે કહ્યું-માફી માગો

રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતનો બફાટ,‘ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાય છે’, ભાજપે કહ્યું-માફી માગો   07/10/2019

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે ગુજરાતમાં દારૂબંધી અંગે સવાલ ઉભા કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતના દરેક રાજ્યો કરતા સૌથી વધારે દારૂ ગુજરાતમાં પીવાય છે. આ નિવેદન બાદ ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપે ગેહલોતને આ નિવેદન બાદ માફી માંગવા કહ્યું છે.
 
એક નિવેદનમાં અશોક ગેહલોતે કહ્યું- ''હું ગુજરાતમાં એક વર્ષ સુધી હતો. અહીં આઝાદી બાદથી દારૂબંધી છે. પણ ગુજરાતમાં સૌથી વધારે દારૂ પીવાય છે. લગભગ દરેક ઘરમાં પીવાય છે. આ ગાંધીના ગુજરાતની સ્થિતિ છે. '' રાજસ્થાનમાં દારૂબંધી લાગૂ કરવાની અફવાઓ અંગે ગેહલોતે કહ્યું કે અહીં કોઇ પ્રતિબંધ લગાડવામાં નહીં આવે પણ ગેરકાયદે વેચાતા દારૂ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
 
ગેહલોતે કહ્યું- હું વ્યક્તિગત રીતે દારૂ પર પ્રતિબંધ લગાડવાના પક્ષમાં છું. પરંતુ પ્રતિબંધ લગાડવાથી ગેરકાયદે રીતે તેનું વેચાણ થશે. આવી પરિસ્થિતિમાં રાજ્યમાં તેને પ્રતિબંધિત ન કરી શકાય. 1977માં પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ નિવડ્યો હતો. આ વર્ષે ઓક્ટોબરમાં રાજસ્થાને અમુક તમાકુ ઉત્પાદો પર પ્રતિબંધ લાગૂ કર્યો હતો.
 
અશોક ગેહલોતનાં નિવેદન સામે ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ કહ્યું- અશોક ગેહલોતનું નિવેદન કે “ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાય છે” તે ગુજરાતનાં દરેક પરિવાર માટે ‘આઘાતજનક’અને ‘અપમાનજનક ‘ છે. તેમણે ‘ઘર’ શબ્દ વાપરીને ગુજરાતની સમગ્ર યુવા પેઢી, મહિલાશક્તિ અને વડીલોનું હાડોહાડ અપમાન કર્યુ છે.કોંગ્રેસને હમેશાં ગુજરાતની પ્રગતિ, ગુજરાતનાં કલ્ચર અને ગુજરાતનાં ગૌરવ , નેતૃત્વની હમેશાં ઈર્ષ્યા થતી હોય છે.કોંગ્રેસનાં બે જ કામ છે- ગુજરાતહિતને નુકશાન કરવું અને ગુજરાતને બદનામ કરવાનો સતત પ્રયાસ કરવો.ગુજરાતની જનતાને લોકમન કે લોકમતથી જીતી શકયાં નથી એટલેસતત બદનામ કરવાનો પ્રયાસ કરે છે.નર્મદા વિરોધી-પાણી વિરોધી કોંગ્રેસ દારુબંધીની તરફેણ કરીને ગુજરાતની જનતાને દારુડીયા કહીને અપમાન કરે છે ત્યારે ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ કેમ ચૂપ છે ? કોંગ્રેસનાં નેતાઓએ અને અશોક ગેહલોતે ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ.

Tags :