ભીલડી નજીક ૧પ લાખના પોષડોડાનો જથ્થો પકડાયો, મધ્યપ્રદેશના આરોપીની અટકાયત

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ભીલડી નજીક ૧પ લાખના પોષડોડા (અફીણ) ભરેલ પીકઅપ ડાલા સાથે પોલીસે મધ્યપ્રદેશના એક શખ્સને ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
 
જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલે વિદેશી દારૂ સહીતની પ્રતિબંધીત ચીજવસ્તુઓની હેરાફેરી રોકવા આદેશ કરેલ છે. જે સંદર્ભે જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગૃપ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તેમણે ભીલડી પોલીસને સાથે રાખી સંયુક્તપણે ભીલડી નજીક નાકાબંધી ગોઠવી હતી. તે દરમ્યાન બાતમીવાળુ પીકઅપ ડાલુ (નં.આર.જે.૩પ જી.એ.૧૪૩૯) આવતા તેને ઉભુ રખાવી તલાસી લીધી હતી. જેમાં લસણના કટ્ટા નીચે સંતાડેલ પોષ ડોડાના ર૬ કટ્ટા મળી આવતા ખુદ પોલીસ ચોંકી ઉઠી હતી. ૪૯૭ કિલોના આ પોષડોડાની કિંમત રૂ.૧૪,૯ર,૧પ૮ થાય છે. પોલીસે પોષ ડાડાના કટ્ટા કબ્જે કરી ચાલક ગોંવિદરામ માંગીલાલ લુહાર (રહે.મેડલા તા. સીતામૈ જિ.મનસુર-મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી તેની વિરૂધ્ધ ભીલડી પોલીસ મથકે નારકોટીંગની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની વધુ પૂછપરછ સ્પેશ્યલ ઓપરેશન ગૃપના પી.એસ.આઈ. એસ.એ. ડાભી ચલાવી રહ્યા છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી પોષ ડોડાનો મોટો જથ્થો ઝડપાતા ચકચર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાનો હતો ? તેનો ભેદ ખોલાવા આરોપીની કડક પૂછપરછ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.